Connect Gujarat
ગુજરાત

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહપૂર્વક ઉર્જામય ઉજવણી કરાઇ

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહપૂર્વક ઉર્જામય ઉજવણી કરાઇ
X

જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે વિવિધ રમતો સાથે ઉજવાઈ

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સ્વાસ્થ્યપ્રત્યે જાગરૂક બનવા શપથ લીધા

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભારે ઉત્સાહ સાથે ઉર્જામય ઉજવણી કરવામાં આવી હતી. નાગરિકો સ્વાસ્થ્ય અને રમતોના મહત્વ વિશે જાગરૂક થાય તે હેતુસર કરાયેલ આ ઉજવણી અંતર્ગત જિલ્લાભરમાં વિવિધ રમત-ગમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ગોધરાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ફૂટબોલ મેચ સહિત વિવિધ રમતો યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે ખેડા અને ભરૂચની ગર્લ્સ ફૂટબોલ ટીમો વચ્ચે રમાયેલ ફાઈનલ લીગ મેચની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજના તણાવભર્યા જીવનમાં રમતો કે નૃત્ય જેવી શારીરિક પ્રવૃતિ આપણને તણાવ ઓછો કરવામાં અને શારીરીક રીતે પણ સ્વસ્થ રહેવામાં મદદ કરે છે તેથી કોઈ પણ પ્રકારની રમત કે વ્યાયામને અનિવાર્યપણે આપણી જીવનશૈલીનો હિસ્સો બનાવવો જોઈએ.આ નિમિત્તે ઉપસ્થિત રહેલા તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકોએ ૧૦૦ મીટરની દોડમાં ભાગ લીધો હતો. તેમજ બેડમિન્ટન સહિતની રમતોમાં જોડાયા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="109989,109990,109991,109992,109993,109994,109995"]

રાષ્ટ્રીય ખેલ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વસ્થ અને મજબૂત દેશના નિર્માણ માટે કરેલ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના લોન્ચિંગનું દિલ્હીના આઈ.જી.આઈ. સ્ટેડિયમ ખાતેથી કરવામાં આવેલા જીવંત પ્રસારણને કોમ્પ્લેક્ષ ખાતે ઉજવણીમાં સામેલ થયેલા સૌએ નિહાળ્યું હતું અને વડાપ્રધાન મોદીએ કરેલ સંબોધનને ઉપસ્થિતજનોએ રસપૂર્વક સાંભળ્યું હતું અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનવાના, રમતોને જીવનનો ભાગ બનાવવાના, રમતવીરો અને રમતને સમર્થન આપવાના શપથ લીધા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ, પોલિસ અધિક્ષક ડો.લીના પાટિલ, અધિક નિવાસી કલેક્ટર એમ.એલ.નલવાયા સહિતના જિલ્લાના પદાધિકારીઓ, રમતવીરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story