Connect Gujarat

પંચમહાલ : પ્રેમના તાંતણે બંધાયેલા પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત, કાલોલ નજીક મૃત હાલતમાં ઝાડ પર લટકતા મળી આવ્યા

પંચમહાલ : પ્રેમના તાંતણે બંધાયેલા પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત, કાલોલ નજીક મૃત હાલતમાં ઝાડ પર લટકતા મળી આવ્યા
X

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર-સુરેલી રોડ વચ્ચે આવેલા સુરેલી પંચાયતના હદ

વિસ્તારની સીમમાં મુખ્ય રોડથી 100 મીટર જેટલા દૂર ખુલ્લા ખેતરના એક ઝાડની ડાળીએ એક જ સાડી પર ગળે ફાંસો ખાઈ લટકતી હાલતમાં

એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ મળી આવતા રાહદારીઓમાં ચકચાર મચી જવા પામી હતી. જે

ઘટનાની જાણકારીને પગલે વેજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી બન્નેના મૃતદેહો નીચે

ઉતારી તપાસ કરતા બન્ને નજીકના

બેઢીયા પંચાયતમાં આવેલા સમડીયાની મુવાડી ગામના હોવાનું જાણવા મળ્યું હતું.

વેજલપુર પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, સમડીયાની મુવાડી ગામના મૃતક પ્રેમી પંખીડાઓ કે, બન્ને એક જ ફળિયામાં રહેતા હોય જે બન્ને વચ્ચે પરસ્પર પ્રેમ સંબંધ હોવાનું

જાણવા મળ્યું હતું. જે મધ્યે મૃતક મહિલાના બે વર્ષ અગાઉ

લગ્ન થઈ જતાં લગ્ન પછી મહિલાએ પુત્રને જન્મ્યો હતો. જે આઠ માસના બાળકનું હજી

ધાવણ પણ નહોતું છુટયું તેમ છતાં પ્રેમના તાંતણે બંધાયેલા બન્ને જીવોને કોઈ અગમ્ય

કારણોસર લાગી આવતા ઘરેથી નીકળી લગભગ દોઢ કીમી દૂર

આવેલા સુરેલી ગામની સીમમાં અદરખના ઝાડ નીચે એક સાડીના બે છેડે ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે બન્નેના

મૃતદેહોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા હતા. જે સમગ્ર ઘટનાને આધારે બન્ને

પરિવારોના નિવેદનો લઈ વેજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી

હાથ ધરી છે.

Next Story
Share it