Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: રેણાં મોરવા ગામ પાસે ટ્રેકટર પલ્ટીઃ ૬૦ લોકો ઘવાયા

પંચમહાલ: રેણાં મોરવા ગામ પાસે ટ્રેકટર પલ્ટીઃ ૬૦ લોકો ઘવાયા
X

શહેરા તાલુકાના રેણાં મોરવા રોડ ઉપર રેણાં ચોકડી પાસે આજે સવારે ૬૦ લોકો સાથેના એક ટ્રેકટરે તેના ચાલકના કાબૂ બહાર જઈ પલ્ટી મારતા પુરૂષો અને બાળકો સહિતના લોકો ઘવાયા છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે શહેરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="91698,91699,91700"]

લુણાવાડા તાલુકાના સિગ્નલી અને શિવરાજપુર ગામમાં રહેતા લોકો લગ્ન પ્રસંગ અર્થે રેણાં મોરવા ગામે જતા હતા. આ લોકો આજે સવારે એક ટ્રેકટરમાં રેણાં મોરવા ગામે જવા માટે રવાના થયા ત્યારે ટ્રેકટરને ચલાવી રહેલા શખ્સે કોઈ કારણથી ટ્રેકટર પરનો કાબૂ ગૂમાવતા રેણાં ચોકડી પાસે ટ્રેકટરે પલ્ટી મારી હતી.

આ ચોકડી લોકોની ચીસથી ગૂંજી ઉઠયા પછી ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોએ ઈજાગ્રસ્તોને ટ્રેકટર હેઠળથી બહાર કાઢી સારવાર માટે ખસેડવાની તજવીજ આરંભી હતી અને ૧૦૮એમ્બ્યુલન્સને અકસ્માતની જાણ કરી હતી. જેના પગલે દોડેલી એમ્બ્યુલન્સે તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢી લઈ સારવાર માટે શહેરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને ટ્રેકટર ચાલક ફરાર થઈ ગયેલ છે.

Next Story