Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં NAACની ટીમ દ્વારા લેવામાં આવી મુલાકાત

પંચમહાલ: શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં NAACની ટીમ દ્વારા લેવામાં આવી મુલાકાત
X

પંચમહાલ શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં NAAC(National Asseessment And Accreditation Council)ના 3 સભ્યોની ટીમે દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેમને કોલેજના આચાર્ય તેમજ અધ્યાપકગણ સાથે એક બેઠક યોજી કોલેજમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃતિની માહિતી મેળવી હતી. તેમજ ટીમ દ્વારા કોલેજના હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ભૂતપુર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પણ બેઠક યોજી હતી.

ટીમ દ્વારા કોલેજના વિવિધ વિભાગોની પણ મુલાકાત

લેવામાં આવી હતી.કોલેજ તરફથી એક સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં

આવ્યો હતો. કોલેજ દ્વારા નેક ટીમના સભ્યોનું પુષ્પગૂચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ

હતું.ત્યારબાદ ગરબા, સોલો ડાન્સ, માઈમ

કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ સંતરામપુર ના નૃત્ય

કલાકારો દ્વારા પંચમહાલના જાણીતા “ગફુલી” નૃત્યની રમઝટ જમાવી હતી.આ નૃત્યને

નેક ટીમના સભ્યોએ વખાણયું હતું. આ નેક ટીમના સભ્યોએ સરકારી વિનયન કોલેજની

બે દિવસ મુલાકાત લીધી હતી. આ ત્રણ સભ્યોની ટીમમાં કેરાલાની એક યુનિર્વસીટીના

વી.સી.ધર્મરાજન, ચેન્નઈથી રાજલક્ષ્મીજી,અને મુંબઈથી અનૂરાધાજીનો સમાવેશ થતો હતો. આ નેક ટીમની મુલાકાત બાદ કોલેજને

ગ્રેડ આપવામાં આવશે.

Next Story
Share it