Connect Gujarat
ગુજરાત

પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વિલાયત GIDC ખાતે કરાયું ટેકનીકલ વર્કશોપનું આયોજન

પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વિલાયત GIDC ખાતે કરાયું ટેકનીકલ વર્કશોપનું આયોજન
X

દેશના કેમીકલ ટેકનોલોજીના જાણીતા પ્રોફેસર પદ્મવિભૂષણ એમ.એમ. શર્મા હાજર રહ્યા હતા.

ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ ભરૂચ, UDCT એલ્યુમીની એસોસિયેશન મુંબઇ, UAA અંકલેશ્વર ચેપટર તેમજ જ્યુબિલન્ટ લાઇફ સાયન્સીસ વિલાયત દ્વારા વિલાયત જી.આઇ.ડી.સી ખાતે સંયુકત રીતે વિશ્વપર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે ટેકનીકલ વર્કશોપ તેમજ વૃક્ષારોપણઓ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે UDCTના પૂર્વ ડાયરેકટર પદ્મવિભૂષણ પ્રોફેસર એમ.એમ. શર્મા ખાસ ઉપસ્થીત રહ્યા હતા. વિશ્વપર્યાવરણ દિવસે યુએન થીમ” બીટ ધ એર પોલ્યુશન”ને ધ્યાનમાં રાખી હવાપ્રદુષણ કેવી રીતે નિયંત્રીત કરી શકાય, કેમીકલ કંપનીઓને પોતાના ઉત્પાદનોની પ્રક્રિયા કરી યોગ્ય રીતે ઓછામાં ઓછા પ્રદુષણ એવા નવા ઇજનેરી સંશોધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવ્યું હતું. વધુમાં ભારતમાં વિશાળ પાયે બનતા એવા ઘણાં રાસાયણીક ઉત્પાદનો છે જે યોગ્ય પ્રક્રિયાઓ તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરે તો હવા પ્રદુષણ નહિંવત થઈ શકે છે. તેમજ કેમિકલ કંપનીઓમાંથી આવતી દુર્ગંધ તેમજ સિમેન્ટ પ્લાન્ટ માંથી ઉડતી રજકણોમાંથી હાલમાં કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ ટેકનોલોજીના લીધે બાહ્ય વાતાવરણમાં થતાં દુર્ગંધ તે હવામાં આવતા રજકણો મોટા ભાગે નીયંત્રીત થયા છે.

આ પ્રસંગે UDCP એલ્યુમની એસોશિયેસન મુંબઈના પ્રમુખ ડૉ. દેવરાજને ICT મુંબઈમાં હાલ પ્રોફેસર છે. જેઓએ ICTમાં ચાલતા વિવિધ સંશોધનો અંગે તેમજ એલ્યુમની એસોશીયેસનના દેશ અને વિદેશમાં ચાલતા ચેપટરો અંગે માહીતી આપી હતી.

UAA મુંબઈના ઉપપ્રમુખ ડો. દિલિપ દ્વારા એક ટેકનીકલ રજૂઆતમાં હવા પ્રદુષણને નિયંત્રીત કરવા માટે યોગ્ય સોલ્વંન્ટ પસંદગી તથા યોગ્ય પ્રક્રિયા ઉપર ભાર મુખ્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="97698,97697,97695"]

બી.ઇ.આઇ. એલ.ના ડાયરેકટર તથા ઝઘડીયા એસોશિયેસનના પ્રમુખ અશોક પંજવાણીએ હવાના પ્રદૂષણ અંગે ઔદ્યોગિક એકમોમાં લેવાતા પગલા અંગે જાણકારી આપી હતી. તેમજ મોટા શહેરમાં વધતા જતા હવા પ્રદુષણ અંગે વાહન વ્યવહારમાં થઈ રહેલા વધારા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારી વિજય પટેલે તાજેતરમાં નોંધાયેલ હવા પ્રદુષણના આંકડાઓની માહિતી તેમજ સરકાર દ્વારા હવા પ્રદુષણને ઓછું કરવા માટે લેવાતા પગલાઓ અને નીતિઓની વિસ્તૃત જાણકારી આપી હતી.

જ્યુબિલન્ટ લાઇફ સાયંન્સીસ કંપનીના સાઇટ હે પ્રદિપ જૈન દ્વારા સ્વાગત પ્રવચન તેમજ કંપની દ્વારા પર્યાવરણના રક્ષણ અંગે લેવાતા પગલાઓ અંગે જાણકારી આપી હતી. UAA ચેપટર અંકલેશ્વરના ચેરમેન પ્રવિણચંદ્ર શેઠ દ્વારા અંકલેશ્વર ચેપટરની કામગીરી તેમજ સંસ્થા દ્વારા કંપનીઓને આપવામાં આવતી ટેકનીકલ સલાહ અને મદદ અંગે માહિતી આપી હતી.

કંપનીના જનસંપર્ક અધિકારી નિર્મલસિંહ યાઅવ દ્વારા કાર્યક્રમનું સંચાલન તેમજ આમંત્રીતોનો આભાર માનવામાં આવ્યો હતો.પર્યાવરણ દિવસ નિમિત્તે વિલાયત જી.આઇ.ડી.સીમાં આ પ્રકારના ટેકનીકલ વર્કશોપ પ્રથમ વખત યોજવામાં આવ્યો હતો.જેમાં જુદી-જુદી ઔદ્યોગિક એકમના અધિકારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમના અંતમાં ભાગ લેનાર મહેમાનો,કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા કંપનીની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Next Story