Connect Gujarat
ગુજરાત

પવિત્ર શ્રાવણ માસનું છે અનેરૂં મહત્વ, પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં જામી ભક્તોની ભીડ 

પવિત્ર શ્રાવણ માસનું છે અનેરૂં મહત્વ, પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં જામી ભક્તોની ભીડ 
X

સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓ આરતીનો લાભ લેવા માટે વહેલી સવારે ઉમટી પડ્યા

પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે. બારે મહિનામાં પવિત્ર શ્રાવણ માસનું અનેરૂં મહત્વ હોય છે. તેમાંય સોમવારને અતિ મહત્વનો માનવામાં આવે છે. કેમકે સોમવાર એ શિવજીનો પ્રિય વાર છે. અનેક શ્રદ્ધાળુઓ આખો શ્રાવણ માસ ઉપવાસ કરતા હોય છે. આજે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીજ જોવા મળી રહી છે.

આખો મહિનો ઉપવાસ ન કરી શકનારા એવા અનેક શ્રદ્ધાળો છે કે જેઓ શ્રાવણના ચાર સોમવાર ઉપવાસ કરતા હોય છે. આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે ત્યારે વહેલી સવારથી વિવિધ શિવાલયોમાં ભક્તો ઉમટી મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. જય ભોલે, હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી રહ્યા છે. ભક્તો શિવલીંગ પર દૂધ, બિલિપત્રો, ફૂલ ઈત્યાદી ચઢાવીને ધન્યતાનો અહેસાસ કરે છે. ભગવાન ભોળેનાથના નાના મંદિરોથી લઈને સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે.

પવિત્ર શ્રાવણમાસનો આજે પ્રથમ સોમવાર છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે અને શ્રાવણના સોમવાર પર સોમનાથ મંદિરમાં વિશેષ આરતી પણ યોજાઈ છે. આજના દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોએ મંદિર બહાર લાંબી કતાર લગાવી હતી અને દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Next Story
Share it