રક્ષાબંધન નિમિત્તે મુસાફરોની સુવિધા માટે પ.રેલવે દ્વારા બાંદરા ર્ટિમનલથી અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય પિૃમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે.

ટ્રેન નંબર ૦૯૦૨૯ બાંદરા ર્ટિમનલ-અમદાવાદ સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન ૨૫ ઓગસ્ટે બાંદરાથી ૨૩-૫૫ કલાકે ઉપડશે. આ ટ્રેન બીજા દિવસે સવારે ૭-૫૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ પ્રકારે ટ્રેન નંબર ૦૯૦૩૦ અમદાવાદ-બાંદરા ર્ટિમનલ સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન રવિવારે ૨૬ ઓગસ્ટે અમદાવાદથી ૧૯-૫૫ કલાકે ઉપડશે.જે બીજા દિવસે સવારે ૫-૦૫ કલાકે બાંદરા પહોંચશે.

આ ટ્રેન બોરીવલ્લી, વાપી, વલસાડ,સુરત, ભરૃચ, વડોદરા, આણંદ  અને નડિયાદ રેલવે સ્ટેશનો ખાતે ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપિંગ અને સેકન્ડ કલાસના કોચ રહેશે. ટ્રેનમાં બુકિંગ ૨૫ ઓગસ્ટથી બુકિંગ સેન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી થઇ શકશે.

LEAVE A REPLY