Connect Gujarat

પાંચ માંથી બે  રાજ્યોની ચૂંટણી સંપન્ન,ગોવા અને પંજાબમાં યોજાયું મતદાન 

પાંચ માંથી બે  રાજ્યોની ચૂંટણી સંપન્ન,ગોવા અને પંજાબમાં યોજાયું મતદાન 
X

લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી,દેશના પાંચ રાજ્યોમાં યોજાનાર ચૂંટણીની શરૂઆત પંજાબ અને ગોવાથી થઇ છે.જાણવા મળ્યા મુજબ ગોવામાં 80 તો પંજાબમાં 70 ટકાની આસપાસ મતદાન થયુ હતુ.

ગોવાની 40 બેઠકો માટે 250 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી,સવારથી શરૂ થયેલી ચૂંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો,અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે 80 ટકા જેટલુ મતદાન નોંધાયુ હોવાનું જાણવા મળ્યુ છે.

જયારે પંજાબમાં પણ સવારે 8 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાનની પ્રક્રિયા શરુ થઇ હતી,અને મતદારોએ આંગળી પર કાળુ ટીકુ લગાડીને મત આપ્યા હતા.પંજાબની 117 બેઠકો પર 1145 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે,જેઓનું ભાવિ મતદારોએ વોટિંગ મશીનમાં સીલ કર્યું હતુ.અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથેજ 70 ટકાની આસપાસ મતદાન નોંધાવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story
Share it