Top
Connect Gujarat

પાકિસ્તાન દ્વારા પરમાણુ મિસાઈલ "બાબર 3" નું સફળ પરીક્ષણ કરાયુ

પાકિસ્તાન દ્વારા પરમાણુ મિસાઈલ બાબર 3 નું સફળ પરીક્ષણ કરાયુ
X

પાકિસ્તાન દ્વારા તેની પ્રથમ ક્રુઝ મિસાઈલ બાબર 3 નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ અને પાકના પ્રધાન મંત્રી નવાઝ શરીફે આ સિદ્ધિ હાંસલ કરવા બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

પાકિસ્તાન પાસે અત્યાર સુધી દરિયાઈ માર્ગે હુમલો કરી શકાય તેવી મિસાઈલ ન હતી પરંતુ 450 કિમીની મારણક્ષમતા ધરાવનાર બાબર 3 ના પરીક્ષણ બાદ પાકિસ્તાનને પણ સબમરીનથી હુમલો કરી શકાય તેવી પ્રથમ મિસાઈલ વિકસાવી લીધી છે.

અત્રે નોંધનીય છે કે ભારત પાસે આવા પ્રકારની 750 કિમીની મારણક્ષમતા ધરાવતી મિસાઇલો છે અને તાજેતરમાં પરમાણુ સબમરીન પણ બનાવી લીધી છે ત્યારે આ ક્ષેત્રે હજુ 3000 થી 4000 કિમી ની ક્ષમતા ધરાવતી મિસાઈલ બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

Next Story
Share it