Top
Connect Gujarat

પાક.કલાકારોએ કામ કર્યું હોય તેવી ફિલ્મો નહી થાય રીલિઝ !

પાક.કલાકારોએ કામ કર્યું હોય તેવી ફિલ્મો નહી થાય રીલિઝ !
X

સિનેમા ઓનર્સ એન્ડ થિયેટર એક્સિબિટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ફિલ્મમાં પાકિસ્તાની કલાકારોએ કામ કર્યું હોય તેવી કોઇપણ ફિલ્મ રીલિઝ કરવામાં ન આવે. તેના કારણે કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ 'એ દિલ હૈં મુશ્કિલ'ની રીલિઝ અટકી શકે છે.

આ અંગે સીઓઇએઆઇના અધ્યક્ષ નીતિન દાતારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ. વધુમાં તેઓએ દેશવાસીઓની દેશ ભક્તિ અને દેશ હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સીઓઇએસાઇ તેના બધા જ વિતરકોને દરખાસ્ત કરે છે કે જે ફિલ્મમાં પાકિસ્તાની કલાકારોએ કામ કર્યું હોય તેવી કોઇ પણ ફિલ્મની સ્ક્રિનીંગ ન કરે.

ઉલ્લેખનીય છે કે 'એ દિલ હૈં મુશ્કિલ'માં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય, અનુષ્કા શર્માની સાથે પાકિસ્તાની હિરો ફવાદ ખાને પણ કામ કર્યું છે.

ત્યારે શાહરૂખની આવનારી ફિલ્મ 'રઇસ'ની રીલિઝ માથે પણ તલવાર લટકતી જોવા મળી રહી છે. કારણકે આ ફિલ્મમાં પાકિસ્તાનની હિરોઇન માહિરાએ કામ કર્યું છે. જોકે, આ અંગે નીતિને જણાવ્યુ હતુ કે જો ભવિષ્યમાં પરિસ્થિતીઓમાં સુધાર આવશે તો 'રઇસ'ની સ્ક્રિનીંગ કરવામાં આવશે.

Next Story
Share it