Connect Gujarat
ગુજરાત

પાણીમાં તણાઇ જવાથી મૃત્યુ પામનાર બે વિદ્યાર્થીનીઓના પરિવારજનોને સંસદસભ્યના હસ્તે કુલ રૂા. ૮ લાખની મૃત્યુ સહાયના ચેક એનાયત કરાયા

પાણીમાં તણાઇ જવાથી મૃત્યુ પામનાર બે વિદ્યાર્થીનીઓના પરિવારજનોને સંસદસભ્યના હસ્તે કુલ રૂા. ૮ લાખની મૃત્યુ સહાયના ચેક એનાયત કરાયા
X

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દોધનવાડી ગામે તાજેતરમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવવાથી એક જ પરિવારની બે દિકરીઓના પાણીમાં તણાઇ જવાથી મૃત્યુ થવાને લીધે પ્રત્યેકને રૂા. ૪ લાખ લેખે કુલ રૂા.૮ લાખની મુખ્યમંત્રીના રાહત નિધિમાંથી મૃત્યુ સહાયના બે ચેક મૃતકના પરિવારજનોને ગઇકાલે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ એનાયત કર્યો હતો.મનસુખભાઇ વસાવાએ મૃતકના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી અને આ દુર્ઘટનામાં મોતને ભેટેલી બંને દિકરીઓના આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારે વરસાદને લીધે સર્જાયેલી ઉક્ત દુર્ઘટનામાં દોધનવાડી ગામનાં જસવંતભાઇ વસાવાની ધોરણ-૪ અને ૮ માં અભ્યાસ કરતી બે દિકરીઓ ગાયત્રીબેન અને સૈયનાબેનનું મૃત્યું થયુ હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્ય મનજીભાઇ વસાવા, ફૂલસિંગભાઇ વસાવા, ચંદ્રકાંતભાઇ, તાલુકા વિકાસ અધિકારી સહિતના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it