અંકલેશ્વર નજીક પાનોલી જી.આઈ.ડી.સી ખાતે આવેલ જાણીતી કંપની પી.આઈ.ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ ૨૫ વર્ષ પૂર્ણ કરતા તારીખ-૧૦મી ફેબ્રુઆરીના રોજ કંપનીના કર્મચારીઓ અને કંપની સાથે સંલગ્ન વ્યાપારી સમૂહ માટે સિલ્વર જ્યુબ્લી મહોત્સવનું આયોજન ગાર્ડન સીટી ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડીરેક્ટર મયંક સિંગલે કંપનીનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો અને કંપનીની સિદ્ધીઓ બદલ કર્મચારીઓને બિરદાવ્યા હતા. તેમણે સામાજિક ક્ષેત્રે હાથ ધરવામાં આવેલી અને વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં કંપનીના ચેરમેન સલીલ સિંગલ સહીત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હાજર રહ્યા હતા. કંપનીના સિલ્વર જ્યુબીલી વર્ષની ઉજવણીના પ્રોગ્રામ “એ જિંદગી ગલે લગાલે” જાણીતા વિવેચક અને વક્તા કાજલ વૈદ્યએ પ્રસ્તુત કર્યું હતું.

LEAVE A REPLY