પારસી સમાજના સાંસ્‍કૃતિક વારસાને ઉજાગર કરતા પ્રવેશદ્વારનું લોકાપર્ણ કરતા કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાની

New Update
પારસી સમાજના સાંસ્‍કૃતિક વારસાને ઉજાગર કરતા પ્રવેશદ્વારનું લોકાપર્ણ કરતા કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાની

પારસીઓના પવિત્ર સ્‍થળ વલસાડના ઉદવાડા ખાતે ત્રિદિવસીય ઇરાનશા ઉદવાડા ઉત્‍સવનો પ્રારંભ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્‍દ્રીય મંત્રી મુકતાર અબ્‍બાસ નકવીની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યો હતો.

ઉદવાડા ઉત્‍સવના બીજા દિવસે ઉદવાડા ગામના પ્રવેશદ્વારે પારસી સમાજની સંસ્‍કૃતિને ઉજાગર કરતી કલાકૃતિ સાથેનો ગુજરાત ટુરિઝમના સહયોગથી તૈયાર કરાયેલ પ્રવેશ દ્વારનું લોકાર્પણ કેન્‍દ્રના કાપડમંત્રી અને માહિતી પ્રસારણ મંત્રી સ્‍મૃતિ ઝુબિન ઇરાનીના હસ્‍તે લોકાપર્ણ કરાયું હતું. આ પ્રસંગે નેશનલ માયનોરીટી કમિશનના સભ્‍ય દસ્‍તુરજી ખુર્શદ દસ્‍તુર કીકોબાદ દસ્‍તુર અને જિલ્લા કલેકટર સી.આર.ખરસાણ ઉપસ્‍થિત રહયા હતા.

ઉલ્લેખનીય છે કે, કાપડમંત્રી સ્‍મૃતિબેન ઇરાનીએ દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના આદર્શ ગામની પરિકલ્‍પનાને પુરી કરવા ઉદવાડા ગામને દત્તક લીધુ છે. ઉદવાડા ખાતે રૂા.૮.૪૧ કરોડના વિકાસ કામોમાં તળાવનું બ્‍યુટીફિકેશન, બસ સ્‍ટેન્‍ડ, આંગણવાડીનું મકાન, ટોઇલેટ બ્‍લોક, ક્રિકેટ મેદાન, ગાર્ડન, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, મચ્‍છી માર્કેટ, સ્‍ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા, વાઇ-ફાઇ, હાઇસ્‍કૂલનું મકાન, આરસીસી રોડ તેમજ સ્‍મશાન ગૃહ જેવા વિવિધ વિકાસ કામોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.આ અવસરે ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

Latest Stories