Connect Gujarat
ગુજરાત

પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે મહ્યપ્રદૈથતા દર્દીના પેટમાંથી ૬.3 કિલોની ગાંઠનું કરાયું સફળ ઓપરેશન

પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે મહ્યપ્રદૈથતા દર્દીના પેટમાંથી ૬.3 કિલોની ગાંઠનું કરાયું સફળ ઓપરેશન
X

મધ્યપ્રદેશના જામ્બુઆ જિલ્લાના પેટલાવદ તાલુકાની ૮0 વર્ષિય મહિલા છેલ્લા ૯ મહિનાથી પેટમાં સામાન્ય દુખાવાથી પીડાતી હતી. તે ઉપરાંત છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી તેમનું પેટ પણ વધી ગયું હતું.૧૦થી ૧ ૨ દિવસથી તેમનો પેટનો દુખાવો પણ ખુબ જ વધી ગયો હતો. જેની સારવાર માટે મહિલાને લઇ તેના પરિવાર જનો વડોદરા સહિત રાજ્યની અનેક હોસ્પિટલમાં ગયા હતા. પરંતુ મહિલાની ઉમર વધારે હોવાના કારણે ઓપરેશન કરવું ખુબ જ જટીલ હતી. જેથી તમામ હોસ્પિટલ તરફથી તેમની સારવાર માટે ના પાડી દેવામાં આવતા મહિલા તેમજ પરિવારના સભ્યોની આશા પડી ભાંગી હતી.

દરમિયાન તેમને કોઇક વ્યક્તિ તરફથી પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ વિષે જાણકારી મળી હતી. જેથી પરિવારજનો ૮૦ વર્ષિય મહિલા દર્દીને લઇને પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા. જયાં પારૂલ સેવાશ્રમ હોસ્પિટલના તજજ્ઞ તબીબી દ્વારા તેમની પ્રાથમિક તપાસ કરી તેમને સારવાર આપવા તૈયાર થયા હતા. જે બાદ તજજ્ઞ તબીખો દ્વારા દર્દીની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન તપાસ કરતા તેઓનું પેટ કઠણ જણાઈ આવ્યું હતું. જેથી વધુ તપાસ કરવામાં આવી હતી… જેમાં તેમના પેટમાં ગાંઠ હોવાનું પ્રાથમિક તારણ મળ્યું હતું. પરંતુ ગાંઢ છે કે બીજુ કશું છે તે જાણવા માટૅ તજજ્ઞ તખીખો દ્વારા મહિલા દર્દીની સોનોચાફી તેમજ સીટી સ્કેન કરવામાં આવ્યો હતો.જેના રીપોર્ટમાં દર્દીના ડાબી બાજુના અંડાશયર્મા ૩૦×૨ ર સીએમની મોટી ગાંઠ હોવાનું સામે આવ્યું હતું.

જે ગાંઠના દર્દઘી મહિલા છેલ્લા ૯ મહિના જેટલા સમયથી પીડાતી હતી. તેમજ તેમના પેટનો ભાગ પણ કઠણ થઇ ગયો હતો. જેથી પારૂલ સેવાશ્રમ હોસ્પિટલના તજજ્ઞ તખીબો દ્વારા સહેજ પણ રાહ જોયા વિના તેમનું ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં મળ્યો હતો. મહિલાની ઉમર વધારે હોય ઓપરેશન જટીલ હોવાનું જાણવા છતાં તજજ્ઞ તબીબી દ્વારા મહિલા દર્દીની સારવાર કરવા માટે તૈયારી બતાવી તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન કરી તેમના પેટમાંથી ૬.૩ કિંલોની ગાંઠ કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ દર્દીને જરૂરી તમામ યોગ્ય સારવાર આપવામાં આવી હતી. મહિલા દર્દીને ઓપરેશન બાદ પાંચ દિવસની શ્રેષ્ઠ સારવાર આપ્યા બાદ સામાન્ય જીવન જીવી શકે તે પરિસ્થિતીમાં પરિવારજનો સાથે પરત ધરે મોકલવામાં મળ્યા હતા. તેટલું જ નહી વડોદરા સહિત રાજયની અન્ય હોસ્પિટલ દ્વારા આ પ્રકારના ઓપરેશનમાં જે ખર્ચ લેવામાં આવે છે તેના કરતાં ઓછા ખર્ચમાં મહિલા દર્દીને સાજી કરી ધરે મોકલવામાં આવતા પરિવારજનોમાં પણ ખુશીની લહેર ફેલાઇ હતી.

Next Story
Share it