Connect Gujarat
ગુજરાત

પાલનપુર : ઈસ્લામના ખુશીના પર્વ ઈદે મિલાદુન્નબીનું જુલુસ નીકળ્યું

પાલનપુર : ઈસ્લામના ખુશીના પર્વ ઈદે મિલાદુન્નબીનું જુલુસ નીકળ્યું
X

પાલનપુરમાં ઈદે મિલાદુન્નબી નિમિતે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ મુખ્ય માર્ગો પર ફર્યું હતું. મોહંમદ પયગંબરની વિલાદતની યાદમાં ઈદે મિલદુડુન્નબી ઉજવવામાં આવે છે. ઈસ્લામ ધર્મના પ્રણેતા ઘણાતાં મોહમ્મદ પયગંબરની આજના દિવસે એટલેકે રબ્બીઉલ અવ્વલ મહીનાની બારવી તારીખના રોજ વિલાદત થઈ હતી. જેની ખુશીઓ મનાવામાં આવે છે.

પાલનપુરની ફૈઝાને હસ્નેન મસ્જિદથી જુલુસની શરૂઆત કરવામાં આવી હતી જનતનાગરથી ઝુલુસ મુખ્ય માર્ગો પર થઈ વિદ્યામંદિર સ્કુલ પાસે પહોચ્યું હતું. જ્યાં મુસ્લિમ ભાઈઓને પયગંબર મોહંમદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સુન્નતો પર અમલ કરવા જેવી મહત્વની બાબતોનું બયાન કરવામાં આવ્યું હતું. પોલીસકર્મીઓ સહિત વહીવટી તંત્રના સહયોગ બદલ આયોજકોએ તમામનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story