જંબુસરના ખેડૂતો દ્વારા પ્રાંતઅધિકારી, મામલતદાર તથા જંબુસર વિસ્તારના ધારાસભ્ય સંજયભાઇ સોલંકી ને  આવેદન આપતાં જણાવ્યું હતું કે જંબુસર શહેરમાં નાગેશ્વર તળાવ આવેલું છે.આ તળાવ ખૂબ મોટું છે અને આ તળાવમાં વર્ષોથી વરસાદી પાણી ભરાય છે. આ પાણી પર તળાવની આજુબાજુના ખેડુતો તથા પશુઓ નિર્ભર રહે છે તથા તળાવો ભરાવાથી જંબુસરની  જમીનના ભૂતળ ઉંચા આવે છે. આ તળાવમાં ગણેશ વિસર્જનની સાથે અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

આ તળાવ છેલ્લા કેટલાક વર્ષોથી ઓછા વરસાદના કારણે ભરાતુ  નહોતું જેના કારણે જંબુસર પાલિકા દ્વારા સદર તળાવમાં ગણેશ સર્જન માટે કૃત્રિમ તળાવ સરકારના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો અને સરકારના સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવના પાણી ભરાય તેના શુભ આશયથી તળાવ ઊંડો પણ કરવામાં આવેલ. ચાલુ વર્ષે ચોમાસાના સારા વરસાદને કારણે નાગેશ્વર તળાવ છેલ્લા દસથી પંદર વર્ષમાં પ્રથમ વખત ખૂબ ભરાઈ ગયેલું. હાલ જંબુસર નગરપાલિકાના પ્રમુખે તળાવની પાડી નગર પાલિકામાં કોઇ પણ જાતનાં ઠરાવ કર્યા વગર ગેરકાયદેસર રીતે જૂની અને મજબૂત પાડી જેસીબી મશીન દ્વારા તોડી નખાયેલ છે અને તળાવ ખાલી કરવાનું ચાલુ કરેલ છે. જેના કારણે તળાવનું પાણી ખૂબ ઝડપથી ખાલી થઇ રહેલ છે. આ બાબતે ખેડૂતો દ્વારા પ્રમુખને જણાવતા તેમના દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવે છે અને પાણીની યોજનાનું બહાનું બનાવે છે.

આ મીઠા પાણીની યોજના છેલ્લા ચારથી પાંચ વર્ષથી ચાલે છે અને ગયા શિયાળા ઉનાળામાં તળાવમાં પાણી ન હતું ત્યારે મીઠા પાણીની યોજનાનું કામ નગર પાલિકા દ્વારા કરેલ નહીં અને હાલમાં તળાવ ખાલી કરી નાખવાની ખૂબ જ ખરાબ નીતિના કારણે જંબુસરના ખેડુતો તથા ખેતીને ગંભીર નુકસાન થવા સંભવ છે. આને કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થાય એમ છે. જેથી તાત્કાલીક તળાવની પાળો બંધ કરી તળાવનું પાણી ખાલી થતું અટકાવવા નમ્ર વિનંતી કરી છે. તેમજ જંબુસર નગરપાલિકાના પ્રમુખ તથા અન્ય જવાબદારી ઈસમો સામે કાયદેસર પગલા ભરવા અરજી કરવામાં આવી છે.

1 COMMENT

LEAVE A REPLY