પાલેજ ગ્રામ પંચાયતના સદસ્ય સુબરાતશા મહંમદશા દીવાન સહિત ૮ સદસ્યોએ પાલેજ ગ્રામ પંચાયત ખાતે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરેલ હતી. જે અનુસંધાને આજરોજ ભરૂચ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એચ એચ કાયસ્થ તથા સર્કલ અધિકારી અને તલાટી કમ મંત્રીની કરણસિંહની હાજરીમાં શુક્રવારે ગ્રામ પંચાયતના તમામ સદસ્યોની એક મિટિંગ યોજાઇ હતી.જેમાં ૧૬ સરપંચ સહિત સદસ્યો હાજર રહ્યા હતાં.જેમાં સરપંચ સહિત ૧૨ સભ્યો ની બહુમતી (૧૨ ઉંચી આંગળી) મળતાં ઉપ સરપંચ હસ્મિતાબેન ઘનશયામભાઈ પટેલ વિરૂદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત મંજુર થયેલ છે.જ્યારે બીજી તરફ ઉપસરપંચ સાથે ૫ આંગળી ઊંચી થયેલ જ્યારે આ દરખાસ્ત અંગે સલીમ વકીલે મિટિંગ માં જણાવ્યું હતું કે પાલેજ માં વિકાસ નાં કામો માં અરજીઓ કરી અડચણ રૂપ કામગીરી કરતાં હતાં.જેનાં કારણે સરપંચ સહિત ૧૨ ગ્રામ પંચાયત નાં સદસ્યો એ આંગળી ઉંચી કરી અવિશ્વાસ ની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here