પાલેજ – વલણ માર્ગ પર આવેલ વલણ હોસ્પિટલ ખાતે નોર્થ – વેસ્ટ ટ્રસ્ટના સૌજન્યથી શનિવારના રોજ નિશુલ્ક નેત્ર રોગ નિદાન શિબિર તેમજ હ્રદય રોગ નિદાન શિબિર યોજાઇ હતી. આયોજિત નેત્ર રોગ તેમજ હ્રદય રોગ નિદાન શિબિરનો અનુક્રમે ૨૫૦ તેમજ ૧૨૦ જેટલા ગરીબ વર્ગના દર્દીઓએ લાભ લીધો હતો. હ્રદય રોગના દર્દીઓના ડાયાબિટીસ, ઇસીજી તેમજ બ્લડ પ્રેશરની નિશુલ્ક ચકાસણી કરી આપવામાં આવી હતી.

આયોજિત શિબિરમાં ડો.રાજેશ પટેલ તથા તેઓની તબીબી ટીમે સેવાઓ આપી હતી. નેત્ર રોગ નિદાન શિબિરમાં ૮૦ જેટલા જરૂરતમંદ દર્દીઓને મોતીયાના ઓપરેશન નિશુલ્ક કરી આપવામાં આવશે. એમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.વલણ હોસ્પિટલમાં સમયાંતરે નિશુલ્ક સર્વ રોગ તેમજ નિશુલ્ક નેત્ર રોગ નિદાન શિબિર આયોજિત થતી રહે છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ ઉઠાવતા રહે છે

LEAVE A REPLY