પાલેજ સ્થિત ફિલિપ્સ બ્લેક કાર્બન લિમિટેડ કંપનીમાંથી લાખોની કિંમતનાં સ્ટીલનાં બકેટની થઈ ચોરી

પાલેજ ને. હાઇવેને અડીને આવેલી ભરૂચના પાલેજ સ્થિત જીઆઇડીસીમાં આવેલ ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપનીમાં તસ્કરોએ ૭,૩૭,૧૦૦ની કિંમતનાં લાકડાની પેટીમાં ફિટ કરેલ સ્ટેનલે સ્ટીલનાં બકેટ તસ્કરી કરી પલાયન થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ચોરી સંદર્ભે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ ને. હાઇવેને અડીને આવેલી ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની ખુલ્લા કમ્પાઉન્ડમાં ગત ૧૪ તારીખે સ્ટેનલે સ્ટીલ બકેટ ફિટ કરેલ લાકડાની પેટીનું પાટિયું તોડી પેટીમાં મુકેલ ફિટ થઈ આવેલ બકેટ નંગ ૨૯૩ જે ૧ નંગની આશરે ૩ કિલોનાં વજનનાં ૨૯૩ માંથી ૨૭૩ જે એકની કિંમત ૨,૭૦૦ રૂપિયા લેખે કુલ ૭,૩૭,૧૦૦ ની કોઈ અજાણ્યા ચોર ઇસમો કંપનીનાં કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી ચોરી કરી પલાયન થઇ હતાં. આ બાબતે મહેન્દ્રપાલ સિંહ રઘુવીર સિંહે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પાલેજ પોલીસે ધમધમાટ શરુ કર્યો છે.