Top
Connect Gujarat

પીએમ નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં જઇને કર્યું મતદાન

પીએમ નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં જઇને કર્યું મતદાન
X

આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. વહેલી સવારે પીએમ મોદીએ ટ્વિટ કરીને મહત્તમ મતદાન કરવાની અપીલ કરી છે. અને સાથે કહ્યું છે કે, ‘થોડી જ વારમાં હું અમદાવાદમાં મતદાન કરવા માટે જઇશ’ હાલ પીએમ મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં જઇને મતદાન કર્યું છે॰ તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર છે. મતદાન પૂર્વે તેમને 100 મીટરનો ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો.

ત્યારબાદ તેમને લોકોનું અભિવાદન ઝીલતા તેમની સાથે વાતચીત કરી હતી. તેમને કહ્યું કે, મને પણ મતદાન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે મેં વોટ આપીને મહાન લોકતંત્રના પર્વમાં ભાગીદાર થયો છું. તેમને મતદારોને ઉમંગ, ઉત્સવ સાથે મતદાન કરવાની અપીલ કરી હતી. તેમને કહ્યું કે, વોટર આઈડીની તાકાત IEDથી ઘણી છે મોટી સંખ્યામાં પીએમ મોદીને જોવા લોક આવ્યા હતા.

Next Story
Share it