Connect Gujarat
Featured

પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે 4 કલાકે દેશને સંબોધિત કરશે

પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે 4 કલાકે દેશને સંબોધિત કરશે
X

પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે 4 કલાકે દેશને સંબોધિત કરશે. હજુ સુધી એ વાતના સંકેત નથી મળ્યા કે મોદી રાષ્ટ્રને નામ પોતાના મેસેજમાં કઈ વાત પર ભાર મુકશે, પરંતુ કહેવાય છે કે, કોરોના સંકટના સાથે જોડાયેલ મુદ્દા પર જ તેઓ પોતાની વાત રાખશે. ઉપરાંત એવી પણ અટકળો છે કે, હાલના ચીન-ભારત તણાવને લઈને પીએમ કંઈ કહી શકે છે.

પીએમઓ ઇન્ડિયાના ટ્વિટર હેન્ડલ પર આ વાતની જાણકારી આપતું ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં સૂચના આપવામાં આવી છે કે, આજે સાંજે 4 કલાકે પીએમ મોદી રાષ્ટ્રને નામ મેસેજ આપશે.

ઉલ્લેખનિય છે કે દેશ હાલમાં કોરોના સામે જંગ લડી રહ્યો છે. એક તરફ, દેશમાં કોરોના વાયરસના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોના ચેપની સંખ્યા 5 લાખને વટાવી ગઈ છે.

હવે નજર નાંખીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોરોના કાળમાં રાષ્ટ્રજોગ સંબોધનો પર :

  • 19 માર્ચ: 22 માર્ચે જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી.
  • 24 માર્ચ: વડાપ્રધાને સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી
  • 3 એપ્રિલ: દેશમાં કોરોના વોરિયર્સના સન્માનમાં રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી દિવો પ્રગટાવવાની અપીલ કરી હતી.
  • 14 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં લોકડાઉન 2.0ની જાહેરાત કરી
  • 12 મે: તેમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી.

Next Story