Connect Gujarat

પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે રેલીને સંબોધિત કરી 

પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે રેલીને સંબોધિત કરી 
X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં રેલીને સંબોધિત કરી હતી અને સપા અને કોંગ્રેસ પર વાકબાણની વર્ષા કરી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે આઝાદીની લડાઈમાં મેરઠનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ છે તેમજ આ લડાઈ યુપીને ગુંડારાજ , ભ્રષ્ટાચાર થી બચાવવાની છે.

મોદીએ સપા અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે એક જ રાતમાં એવુ તે શું થયુ કે બંને એક થઇ ગયા.

આ સંબોધન દરમિયાન મોદીએ પોતાની આગવી સેલીમાં બીજેપીની SCAM સામેની લડાઈ હોવાનું જણાવીને SCAM નો અર્થે સપા , કોંગ્રેસ , અખિલેશ અને માયાવતી થતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ સાથે કેન્દ્ર દ્વારા પ્રજાના હિત માટે આપવામાં આવતી સહાય પણ યુપી સરકાર દ્વારા પ્રજાને આપવામાં નથી આવતી અને ખેડૂતો , યુવાઓ અને મા બહેનોના રક્ષણ માટે યુપીમાં પરિવર્તન લાવવાની તાકીદ પણ કરી હતી. તેમજ દેશના જવાનો દ્વારા કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇક પર કહ્યું કે આ સરકાર જવાનો માટે જીવવા અને મરવા પણ તૈયાર છે.

મોદીએ યુપીમાં પરિવર્તન લાવવાની સાથે જો યુપીમાં બીજેપી સરકાર આવશે તો ખેડૂતોનું દેવુ માફ કરવાની જાહેરાત પણ કરી હતી.

Next Story
Share it