15મી ઓગસ્ટે પીએમ મોદી દુનિયાનો સૌથી મોટો હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોગ્રામ લોન્ચ કરશે 

દેશના સ્વાતંત્ર્ય દિવસ એટલે કે 15મી ઓગસ્ટે પીએમ મોદી દુનિયાનો સૌથી મોટો હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોગ્રામ લોન્ચ કરશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ગત બજેટમાં આયુષ્યમાન ભારત સ્કીમ હેઠળ દેશના 10 કરોડ પરિવારોને 5 લાખ રુપિયા સુધીનો ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સ આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી. આ વીમામાં લગભગ તમામ મોટી બીમારીઓ આવરી લેવામાં આવી છે. જેમાં હોસ્પિટલાઈઝેશન પહેલા અને પછીના ખર્ચને પણ સામેલ કરાયો છે.

આ યોજના હેઠળ દેશના કોઈ પણ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં કેશલેસ સારવાર કરાવી શકાશે. યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર ભેગા થઈને ઉઠાવશે.યોજનાને લગુ કરવાની જવાબદારી રાજ્યોની રહેશે. આ યોજનાનુ લોન્ચિંગ વડાપ્રધાનના હસ્તે 15મી ઓગસ્ટે કરવા માટે હાલમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદીએ પોતે પણ તેની જાણકારી મેળવી છે.

 

LEAVE A REPLY