અમદાવાદના પીજી હોસ્ટેલમાં બનેલી ઘટના બાબતે ભાજપ અને કોંગ્રેસ ના આરોપ પ્રત્યારોપ

75

મંગળવારે PGમાં રહેતી એક કેરટેકર યુવતીની છેડતી ઘટના સામે આવી છે. અમદાવાદના પીજીમાં અડધી રાત્રે એક યુવક યુવતીના રૂમમાં ધસી આવ્યો હતો. આ યુવક યુવતીના રૂમમાં પ્રવેશીને શારીરિક અડપલાં કર્યા હતા.શહેરમાં  મોટા ભાડાઓ આપી પીજીમાં રહેતી છોકરીઓ ને સેફટી મામલે સવાલ ઉઠ્યા છેત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા ભાજપ પર આરોપ કરવામાં આવ્યા છે

ત્યારે આ બાબતે ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસ દ્વારા લગાવામાં આવેલ આરોપો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે  કોંગ્રેસ દ્વારા ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે અને જેને પણ આ કુકૃત્ય કર્યું છે તેમને ઉદાહરણરૂપે સજા મળશે

જો કે પીજી હોસ્ટેલમાં  બનેલી આ ઘટના ને લઈ ભાજપ અને કોંગ્રેસમાં આરોપ પ્રત્યારોપનું વાતાવરણ સર્જાયું છે ત્યારે આ મામલે બે રાજ્યોની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાય તો નવાઈ નહીં . આ મામલે ગુજરાત મહિલા આયોગ પણ આગળ આવ્યો છે.

LEAVE A REPLY