Top
Connect Gujarat

પુંજા બત્રા ફિલ્મ મિરર ગેમથી બોલીવુડમાં બીજી ઇનિંગ શરુ કરશે

પુંજા બત્રા ફિલ્મ મિરર ગેમથી બોલીવુડમાં બીજી ઇનિંગ શરુ કરશે
X

ફિલ્મ મિરર ગેમનો ફર્સ્ટ લુક સોશિયલ વેબસાઈટ પર રિલીઝ કરાયો છે, આ ફિલ્મમાં પ્રવીણ દબાસ, ઓમ વૈદ્ય અને પુંજા બત્રા મહત્વના રોલમાં જોવા મળશે, આ પોસ્ટરમાં પ્રવીણ દબાસનો ચેહરો જોવા મળી રહ્યો છે, પોસ્ટરમાં પ્રવીણના ચેહરા પર ધ પ્રોફેસર, ધ સ્ટુડન્ટસ, ધ અફેર, ધ રિવેન્જ , ધ ગેમ જેવા શબ્દો લખેલા જોવા મળી રહ્યા છે, આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન વિજિત શર્માએ કર્યું છે, ફિલ્મ બીજી જુને રિલીઝ થવાની છે.

ફિલ્મમાં પુંજા બત્રા મહત્વની ભૂમિકામાં જોવા મળવાની છે, ફિલ્મ વિરાસત તેમજ છેલ્લે ફિલ્મ એબીસીડી ટુમાં એક ટચુકડા રોલમાં જોવા મળ્યા બાદ પુંજા બત્રા સખાવત કાર્યો સાથે જોડાઈ ગઈ હતી, પ્રવીણ છેલ્લે વર્ષ 2014માં આવેલી ફિલ્મ રાગીણી એમએમએસમાં જોવા મળ્યો હતો, બોલીવુડ ઉપરાંત પ્રવીણે ફિલ્મ ધ પર્ફેક્ટ હસબંડ અને સનસીન જેવી અંગેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, ઓમી વૈદ્યએ વર્ષ 2009માં ફિલ્મ થ્રી ઇડિયટ્સના ચતુર રામાલિંગનની ભૂમિકા ભજવી હતી, જેને માટે અભિનેતાને સર્વશ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો એવોડૅ પણ મળ્યો છે.

Next Story
Share it