Top
Connect Gujarat

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સોમનાથમાં ભગવાન શિવને જળાભિષેક કરીને કરી પૂજા

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સોમનાથમાં ભગવાન શિવને જળાભિષેક કરીને કરી પૂજા
X

રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને વિશેષ પૂજન અર્ચન કર્યુ હતુ.

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પોતાની દીકરી અને પરિવારજનો સાથે સોમનાથ મહાદેવના દર્શન અર્થે આવ્યા હતા, જ્યાં તેઓએ ભગવાન શિવજીની સવારની આરતીમાં ભાગ લઈને દર્શનનો લ્હાવો લીધી હતો.

આ પ્રસંગે ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે આનંદીબહેન પટેલ અને તેમના પરિવારના સભ્યોને પૂજા વિધિ કરાવી હતી.

આ ઉપરાંત રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Next Story
Share it