Connect Gujarat

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો, વાહન ચાલકો ને રાહત

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો, વાહન ચાલકો ને રાહત
X

હાલના સમયમાં સરકાર દ્વારા લેવામાં આવેલ આર્થિક સર્જીકલ સ્ટ્રાઇકના પગલે સમગ્ર દેશમાં મોટા ભાગે ચલણની માથાકુટ તેમજ 500 અને 1000ની નોટને લઈને પણ સમગ્ર દેશમાં અફરાતફરી મચી છે. તેની વચ્ચે સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મધ્યરાત્રિથી ઘટાડો કરવામાં આવ્યો છે.

જે અનુસાર પેટ્રોલમાં 1.46 રૂપિયાનો તેમજ ડીઝલમાં 1.53 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થતા સરકાર દ્વારા પણ તેને ધ્યાનમાં લઈને આ ઘટાડો કરવામાં આવ્યો છે જે આજથી લાગુ થશે. અત્રે નોંધનીય છે કે સરકાર દ્વારા 5 નવેમ્બરના રોજ પેટ્રોલમાં 89 પૈસા અને ડીઝલમાં 86 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણયથી પ્રજામાં થોડા અંશે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવે એ જોવુ રહયુ કે પંદર દિવસના સમયાંતરે બદલાતા પેટ્રોલ અને ડીઝલના ભાવ આવનાર સમયમાં વધશે કે ઘટશે.

Next Story
Share it