Connect Gujarat

પેટ્રોલ પંપ અને હોસ્પિટલ પર આજે 500 અને 1000 ની નોટનો છેલ્લો દિવસ

પેટ્રોલ પંપ અને હોસ્પિટલ પર આજે 500 અને 1000 ની નોટનો છેલ્લો દિવસ
X

કેન્દ્ર સરકારે લીધેલા 500 અને 1000 ની નોટ બંધના નિર્ણયને કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચ્યો હતો.તેમાં થોડી છૂટછાટ ના પગલે સરકારે 500 અને 1000 ની નોટને પેટ્રોલ પંપ, હોસ્પિટલ, રેલવે અને એર ટિકિટ રિઝર્વેશન, પાણી અને વીજળી બિલ, દૂધ વેચાણ કેન્દ્ર વગેરે જેવા જગ્યા પર 14 નવેમ્બર સુધી સ્વીકારવાની મંજૂરી આપી પરંતુ પછીથી પરિસ્થિતિને અનુલક્ષીને આ તારીખને 10 દિવસ લંબાવીને 24 નવેમ્બર કરવામાં આવી હતી.

આ નિર્ણયને પગલે લોકોએ બેન્કો તેમજ પોસ્ટ ઓફિસોની લાંબી એવી કતારોમાં ઘણા સમય સુધી ઉભા રહીને નાણાં બદલવા તેમજ જમા કરાવવાને બદલે પેટ્રોલ પંપ, પ્રોપર્ટી ટેક્સ, બાકી પડતા વેરા, હૉસ્પિટલ તેમજ અન્ય જગ્યાઓ પર ખર્ચ્યા હતા.

પરંતુ સરકારે આપેલ 24 નવેમ્બર સુધીની છૂટનો સમયગાળો પૂર્ણ થતો હોવાથી આજે મધ્યરાત્રીથી આ બધી જ જગ્યાઓ પર 500 અને 1000 ની નોટ સ્વીકારવામાં આવશે નહિ.

Next Story
Share it