Connect Gujarat
ગુજરાત

પેપર લીક થતાં લોકરક્ષક ભરતીની પરીક્ષા કરાઇ રદ્દ

પેપર લીક થતાં લોકરક્ષક ભરતીની પરીક્ષા કરાઇ રદ્દ
X

૧ મહિનામા ફરીથી પરીક્ષા લેવાશે

લોકરક્ષક ભરતીની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી છે કે અસામાજિક તત્વો દ્વારા પરીક્ષાનું પેપર લીક કરાયું છે. જેથી લોકરક્ષક ભરતી માટેની પરીક્ષા આજે યોજાવાની નથી. આજે ૮,૭૬,૩૫૬ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા અગાઉ પેપર લીક થવા મામલે જાણ થઈ જેથી આ પગલા લેવાયા છે. તેમજ તેમણે જણાવ્યું છે કે પેપર લીક થવા મામલે જવાબદાર વિરુદ્ધ પગલાં લેવાશે.

બીજી તરફ પેપર લીક થવા મામલે સરકારને જવાબદાર ઠેરવી સરકારે પોતે પણ મીડિયા સામે આવી માફી માંગવી જોઈએ અને પરિક્ષાર્થીઓને થયેલ આર્થિક નુકશાન સરકારે આપવું જોઈએ પરિક્ષાર્થીઓ ને સરકારે વળતર આપવું જોઇયએ તેવી માંગ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે.

લોકરક્ષક દળની પરીક્ષાને લઇને પેપર લીક થવાની જાણ થતા પરીક્ષાને તાત્કાલીક રીતે રદ કરી દેવામાં આવી છે. પેપરમાં પુછવામાં આવેવા પ્રશ્નોનોના જવાબ પરથી જાણ થઇ કે પેપર લીક થયું છે, ગાંધીનગરથી વિકાસ સહાય દ્વારા માહિતી આપવામાં આવી કે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. અને તેમણે પત્રકાર પરિષદ યોજીને આ રદ થયેલી પરીક્ષાની જાણકારી આપી હતી. અને પરીક્ષાર્થીઓની માફી માંગી હતી.

પરીક્ષાર્થીઓને આ અંગેની જાણકારી આપાવમાં આવી રહી છે. કે પરીક્ષા રદ કરવામાં આવી છે, રાજ્યમાં આજે (રવિવારે) લોકરક્ષક દળની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો રાજ્યના અલગ -અલગ વિસ્તારોમાં પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હતા. મહત્વનું છે, કે ૯૭૧૩ જેટલી ખાલી જગ્યાઓ માટે લોકરક્ષક દળની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સહિત રાજ્યમાં પરીક્ષા કેન્દ્રો પર મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે.

  • અમદાવાદમાં પણ ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રાજ્યમાં લોકરક્ષકની પરીક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ય છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો પરીક્ષા સેન્ટરો પર ગોઠવી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં 283 સેન્ટરો પર પરીક્ષા યોજાઇ રહી છે. તમામ સેન્ટરો પર એક પીએસઆઇ, એક એએસઆઇ, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. ૭૩ ફ્લાઇંગ સ્કોડ સમગ્ર પરીક્ષા દરમિયાન દેખરેખ રાખશે.

  • સુરતમાં પણ ૭૦ હજાર ઉમેદવારો અટવાયા

સુરતમાં પણ લોકરક્ષક દળ માટે ૭૦ હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા રદ્દ કરાતા અટવાયા હતા. સુરત શહેરની ૧૭૨ શાળાઓમાં પરીક્ષા અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.પરીક્ષા રદ્દ જાહેર્ર કરાતા સુરતમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શિક્ષણ તંત્ર અને પોલીસ તંત્રને સતર્ક રહેવાના આદેશ કરી દેવામાં આવ્યા છે.

Next Story