Connect Gujarat
દેશ

પેરા ઓલિમ્પિકમાં દિવ્યાંગ દોડવીરે તોડ્યો રિયો ઓલિમ્પિકનો રેકોર્ડ

પેરા ઓલિમ્પિકમાં દિવ્યાંગ દોડવીરે તોડ્યો રિયો ઓલિમ્પિકનો રેકોર્ડ
X

2016ના રિયો પેરા ઓલિમ્પિકમાં એક એવી ઘટના સામે આવી છે. જેણે ઓલિમ્પિકને પાછળ ધકેલી દીધી છે.

અલ્જેરિયાના અબ્દેલતીફ બાકાએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે પુરૂષોની 1500 મીટરની ટી-13 શ્રેણી દોડ માત્ર 3.48.29 સેકન્ડમાં પુરી કરી હતી.

આ રેસમાં અબ્દેલતીફે ઇથોપિયાના તમિરૂ ડેમિસ, કેન્યાના હેનરી કિરવા અને પોતાના ભાઇ ફૌદ બાકાને હરાવીને આ જીતી લીધી હતી.

દિવ્યાંગ લોકો માટેની આ દોડમાં ટોચના ચાર દોડવીરોએ રિયો ઓલિમ્પિકમાં 1500 મીટરની દોડમાં જીતનાર મેથ્યુ સેન્ટ્રોવિત્ઝ જુનિયરથી ઓછી સમય મર્યાદામાં આ પરાક્રમ કરી દેખાડ્યું.

ગત ઓગષ્ટ માસમાં જ અમેરિકાના લાંબા અંતરના દોડવીરે આ જ સ્ટેડિયમમાં 3.50 સેકન્ડમાં 1500 મીટરની દોડ પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એમનો આ રેકોર્ડ પેરા ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેલા ફૌદ બાકાથી પણ ઓછો છે. જેમણે પોતાની 1500 મીટરની દોડ 3.49.59 સેકન્ડમાં પુરી કરી હતી.

Next Story