Connect Gujarat
ગુજરાત

પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયા નું અવસાન, આવતીકાલે નીકળશે અંતિમયાત્રા

પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયા નું અવસાન, આવતીકાલે નીકળશે અંતિમયાત્રા
X

ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ સંસ્કાર માટે મૂકવામાં આવશે. બપોરે 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.

પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાના મોતના સમાચાર તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ લોકોને ટ્વિટરના માધ્યમથી આપ્યા હતા. વિઠ્ઠલ રાદડિયાના મોતથી સમગ્ર સૌરાષ્ટ્ર તથા ખેડૂત સમાજમાં દુખની લાગણી છવાઈ ગઈ હતી. વિઠ્ઠલ રાદડિયાએ સમાજસેવા ક્ષેત્રે સૌરાષ્ટ્ર પંથકમાં અનેક કામ કર્યા હતા. ખાસ કરીને, ખેડૂતોનો હિત, સહકારી ક્ષેત્રોનો વિકાસ તથા શિક્ષણ ક્ષેત્રે તેઓ અગ્રેસર હતા. આથી જ તેઓ સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા કહેવાતા હતા.

Next Story
Share it