Connect Gujarat
ગુજરાત

પોરબંદર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા

પોરબંદર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા
X

સૌરાષ્ટ્ર અને કચ્છ માં ભૂકંપ હળવા આંચકા નો અનુભવ થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા,અને ભયભીત થઈ ને ઘરની બહાર દોડી આવ્યા હતા.

તારીખ 27મી શનિવારે બપોરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે, પોરબંદર અને જૂનાગઢમાં ભૂકંપના વધુ આંચકા અનુભવાયાનું જાણવા મળ્યુ હતુ.

ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી જાનમાલનું કોઇ નુકસાન થયુ નહોતુ. પરંતુ લોકોને 2001ના ભૂકંપની યાદ તાજી થઇ ગઇ હતી.

મળતી માહિતી મુજબ જૂનાગઢમાં શનિવારે બપોરે 12: 23 વાગ્યે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું એપી સેન્ટર માંગરોળથી 47 કિમી દૂર દરિયામાં વેસ્ટ નોંધાયું હોવાનુ જાણવા મળ્યુ છે.

નોંધવું ઘટે કે અગાઉ હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપ ના આંચકાએ લોકો ના જીવ અધ્ધર કરી દીધા હતા,ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ માં પણ ભૂકંપ નો અનુભવ થતા કુદરતી કોઈ મોટી આફતના એધાણ હોવાની દહેશત પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.

Next Story
Share it