Top
Connect Gujarat

પોરબંદર : બાલોજ ગામે માજી સરપંચ પર થયો દીપડાનો હુમલો

પોરબંદર : બાલોજ ગામે માજી સરપંચ પર થયો દીપડાનો હુમલો
X

દીપડાના હુમલામાં ઈજાઓ થતા જુનાગઢ રીફર કરવામાં આવ્યા

પોરબંદરમાં કુતિયાણાના બાલોજ ગામે માજી સરપંચ પર દીપડાના હુમલા માં ઈજાઓ થતા જુનાગઢ રીફર કરવામાં આવ્યા.

પોરબંદરના કુતિયાણાના બાલોજ ગામના માજી સરપંચ ઉપર દીપડાએ હુમલો કર્યો છે. નરેશભાઈ જોગલ એમનીવાડીમાં કામ કરતા હતા. ત્યારે દિપડાએ અચાનક આવી હુમલો કર્યો હતો. આ દીપડાના હુમલામાં નરેશ ભાઈ ને સામાન્ય ઇજા થતા વન વિભાગ દ્વારા ઘાયલની સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વન વિભાગ ઘટના સ્થળે પોહચી હતી. દીપડાને પકડવા રેસ્કયુ કર્યું હતું. ઇજાગ્રસ્તને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા ત્યારે ઇજાગ્રસ્ત એ જણાવ્યું હતું. કે પહેલીજવાર આ ગામમા દીપડો ચડી આવ્યો અને હુમલો કર્યો વન વિભાગ દ્વારા દીપડાને પકડવા કામગીરી ચાલુ કરવામાં આવી છે.

Next Story
Share it