Connect Gujarat
ગુજરાત

પોર ઓવરબ્રિજના સર્વિસ રોડની સાઇડોની માટી ધસી જતા રોડ પર પડ્યા ગાબડા

પોર ઓવરબ્રિજના સર્વિસ રોડની સાઇડોની માટી ધસી જતા રોડ પર પડ્યા ગાબડા
X

છેલ્લા થોડા દિવસોથી સર્વત્ર સાંબેલાધાર વરસાદ ખાબકતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે. તો ભારે વરસાદને પગલે માર્ગોનું ધોવાણ થવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. ને. હાઇવે નંબર ૪૮ પર આવેલા વડોદરાના પોર ઓવરબ્રિજના સર્વિસ રોડની સાઇડ પર ભારે વરસાદને પગલે રોડનું ધોવાણ થઇ ગાબડા પડતા દોડધામ મચી જવા પામી હતી.

આ ઘટનાની જાણ થતા એલ એન્ડ ટી નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદને પગલે બ્રીજની સાઇડ વરસાદી પાણીથી ધોવાણ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે રોડની સાઇડ ધસી પડી ત્યારે કોઇ વાહન પસાર થતું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી જવા પામતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. એલ એન્ડ ટી ના કર્મીઓએ ઘટના સ્થળે પહોંચી બેરીકેડ મુકી રોડ બંધ કર્યો હતો.

Next Story
Share it