પોર ગામનું સુલભ શૌચાલય સફાઇના અભાવે શોભાના ગાંઠીયા સમાન, ગામની મહિલાઓ શૌચાલયને તાળાબંધી કરવા બની મજબૂર

વડોદરા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પોર ખાતે સુલભ શૌચાલયોમાં અપુરતી સુવિધાઓથી લોકો પરેશાન થઇ રહ્યા છે. વાત કરીએ પોર ગામની તો પોર ગ્રામ પંચાયતની બાજુમાં આવેલા સુલભ શૌચાલયો છેલ્લા આશરે સાત વર્ષથી બંધ હાલતમાં છે. પોર ગામના સુલભ શૌચાલયોમાં પાણીની પુરતી સુવિધા પણ નથી અને શૌચાલયોમાં કેટલાક સમયથી લાઈટની સુવિધા પણ નથી. એકબાજુ ગુજરાત સરકાર સ્વચ્છતાની મોટી મોટી વાતો કરે છે. તે વાત પોર ગામનું સુલભ શૌચાલયોના દ્રશ્યો ઉપરથી પોકળ સાબિત થઈ છે. સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડવા પામ્યા છે.
[gallery td_gallery_title_input="પોર ગામનું સુલભ શૌચાલય સફાઇના અભાવે શોભાના ગાંઠીયા સમાન, ગામની મહિલાઓ શૌચાલયને તાળાબંધી કરવા બની મજબૂર" td_select_gallery_slide="slide" size="large" ids="104376,104377,104373,104374,104375"]
પોર ગામની માહિલાઓએ મિડીયાનો સંપર્ક સાધતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મિડીયાએ સ્થળ પર મુલાકાત લેતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. શૌચાલયમાં દેશીદારૂની પોટલીઓ જોવા મળીપ હતી.અને દેશી દારૂથી ગટર જામ થયેલી જોવા મળી હતી. સુલભ શૌચાલય જાણે કોઈ દેશી દારૂનો અડ્ડો હોય તેમ જોવા મળ્યું હતું. ગંદકીના લીધે બળિયાદેવ મંદિરે આવતા શ્રદ્ધાળુઓને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
સુલભ શૌચાલયના કામદારની મીડિયા સાથેની વાતચીત દરમિયાન ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો. કામદારે જણાવ્યું હતું. કે અમારો છેલ્લા સાત વર્ષનો પગાર પણ કોન્ટ્રાક્ટરે અમને આપ્યો નથી જેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. સુલભ શૌચાલયના કોન્ટ્રાક્ટર દ્વારા સુલભ શૌચાલયની સરકાર દ્વારા મળતા રૂપિયા બારોબાર ચાવ કરવામાં આવે છે. તેવા ગંભીર આક્ષેપો પણ શૌચાલયના સફાઈ કામદાર દ્વારા કરવામાં આવ્યા હતા.
પોર ગામની કેટલીક મહિલાઓએ કંટાળીને સુલભ શૌચાલયને મીડિયાની હાજરીમાં તાળું માર્યુ હતું. સંબંધિતોએ પોર ગામના સુલભ શૌચાલયની મુલાકાત લે અને વહેલી તકે પોર ગામનું સુલભ શૌચાલય ચાલુ થાય તેવી પોર ગામની મહિલાઓની માંગ ઉઠાવી હતી. જો સુલભ શૌચાલય ચાલુ નહીં થાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ પોર ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા...
2 July 2022 4:34 PM GMTઅમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMTઅમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું...
2 July 2022 12:57 PM GMT