Connect Gujarat
ગુજરાત

પોર નજીક રામનાથ ગામેથી 45 કિલો વજન ધરાવતો અજગર ઝડપાયો

પોર નજીક રામનાથ ગામેથી 45 કિલો વજન ધરાવતો અજગર ઝડપાયો
X

જંગલમાં રહેતા પાણીઓ જ્યારે માનવ વસાહતમાં આવી

ચઢે ત્યારે માનવીઓ ગભરાઇ જતા હોય છે. સામાન્ય રીતે ચોમાસામાં મગરો તેમજ શિયાળામાં

સરીસૃપ જાતના પાણીઓ માનવ વસાહતમાં આવી ચઢતા હોય છે. વસોદાર નજીક પોરના અણખી ગામ

નજીક આવેલ રામનાથ ગામમાં અજગર દેખાતા ગામવાસીઓએ લાઈફ વિથ વાઈલ્ડ લાઈફ સંસ્થાને જાણ

કરી હતી. ત્યાર બાદ સંસ્થાનાંકાર્યકર્તાઓએ અજગરને રેસ્ક્યુ કરીને વન વિભાગને

સોંપવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે સરી સૃપ જાતકના પ્રાણીઓ સાપ અજગર

શિયાળાની ઋતુમાં પોતાના દરમાં ભરાઈ રહે છે.

જ્યારે ખોરાકની જરૂર પડે અને ભૂખ લાગે ત્યારે બહાર નીકળતા હોય છે.

વડોદરાનાં પોર નજીક અણખીપાસે આવેલ રામનાથ ગામમાં 10 ફૂટ

લાંબા અજગરએ જોવા મળ્યો હતો. ગામના સરપંચે પ્રાણી પકડતી એનજીઓને જાણ કરી હતી. લાઈફ

વિથ વાઈલ્ડ લાઈફ સંસ્થાના સાત કાર્યકર્તાઓએ મોડી રાત્રે રામનાથ ગામમાં આવી

પહોંચ્યા હતાં. ગ્રામવાસીઓ મદદથી મકાનનાં પાછળ લાકડા મુકવાની જગ્યામાં ભરાઈ ગયેલ

અજગરને શોધી કાઢ્યો હતો. અડધો કલાકની જહેમત બાદ 45 કિલો વજન

ધરાવતા 10 ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

લાઈફ વિથ વાઈલ્ડ લાઈફ તેમજ પ્રાણીન ફાઉન્ડેશન

સંસ્થાનાં કાર્યકર્તાઓએ રેસ્ક્યુ કરેલ અજગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વન

વિભાગના અધિકારીઓ રામનાથ ગામમાંથી મળી આવેલ અજગરને તેના કુદરતી વાતાવરણ લઈ જઈને

મુક્ત કરવામાં આવ્યો હતો.

Next Story