Connect Gujarat
ગુજરાત

પોર GIDCમાં આવેલી કંપની માટે થયેલી ચોરી પ્રકરણમાં ૧ની પોલીસે કરી ધરપકડ

પોર GIDCમાં આવેલી કંપની માટે થયેલી ચોરી પ્રકરણમાં ૧ની પોલીસે કરી ધરપકડ
X

વડોદરાની પોર જીઆઇડીસીમાં આવેલી સાગર મશીનરી લિમિટેડ નામની કંપનીમાં રૂપિયા ૩૧૦૦૦ ઉપરાંતની સ્પેર પાર્ટ્સની ચોરીમાં સંડોવાયેલા એક શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર ગત તારીખ ૨૦ મી મે ના રોજ પોર ખાતે આવેલી સાગર મશીનરી લિમિટેડ કંપનીમાં કામ કરતાં રણજીતભાઇ ઉર્ફે લાલો રમણ બારિયાએ સ્પેરપાર્ટની ચોરી કરી હતી. જે સંદર્ભે કંપનીમાં કામ કરતા ભુપેન્દ્ર કંસારા, દિનેશ મકવાણા તથા ધ્રુવ ખાનપરા રણજીતને સ્પેરપાર્ટસની ચોરી કરતાં જોઇ જતાં આ બાબતે કંપનીના માલિક નીપાબેન કિરણભાઇ પટેલના પુત્ર સાગર પટેલને વાત કરી હતી. જે બાબતે સાગરને જાણ થતાં સાગરે કંપનીમાં સ્પેરપાર્ટસના સ્ટોરમાં તપાસ કરતાં સ્પેસ પાર્ટસ ઓછા જણાઇ આવ્યા હતા.

જેમાં મેઇલ ફિમેલ બે સેટ કિંમત રૂપિયા ૨૫૦૦, કોલર સાફ્ટ નંગ ચાર કિંમત રૂપિયા ૧,૪૦૦, સ્પિંડલ ન ૪ કિંમત રૂપિયા ૧૨,૨૦૦, હાઉસિંગ સ્પિંડલ નંગ ચાર કિંમત રૂપિયા ૩,૦૦૦, હાઇસેમ ૫૯ ટીથ ગીયર નંગ ૨ કિંમત રૂપિયા ૧,૩૦૦, સી આઇ ૫૯ ટીથ ગીયર નંગ ૨ કિંમત રૂપિયા ૧,૩૦૦, પુલી સાફ્ટ નાઇલોન નંગ ૨ કિંમત રૂપિયા ૩૦૦, ૫૯ ટીથ ગીયર હાઉસિંગ સાફ્ટ નંગ ૨ કિંમત રૂપિયા ૧,૭૦૦, સ્કૂલ પેડેસ્ટર નંગ ૪ કિંમત રૂપિયા ૭,૩૬૦, સ્પોકેટ સાફ્ટ નંગ ૨ કિંમત રૂપિયા ૬૨૦, આઇડલર પુલી કિંમત રૂપિયા ૨૫૦ મળી કુલ રૂપિયા ૩૧,૯૩૦ ના સ્પેરપાર્ટસની ચોરી થઇ હતી. જે સંદર્ભે નિપાબેન વરણામાં પોલીસ મથકમાં રણજીત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે રણજીતની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Next Story
Share it