Top
Connect Gujarat

ફિલ્મી ઢબે પીછો કરી ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડતી ધોરાજી પોલીસ

ફિલ્મી ઢબે પીછો કરી ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડતી ધોરાજી પોલીસ
X

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદીને સંપુર્ણ રીતે નસ્તનાબુદ કરવા સુચના અપાઈ હતી.

જે અંગે ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ વી.એચ જોષીના માર્ગદર્શન હેઠળ PSI એસ.એમ વસાવા તથા HC લાલજીભાઈ જાંબુકીયા તથા PC અનિરુદ્ધસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ જાડેજા તથા અશોકભાઈ મણવર તથા અજીતભાઈ ગંભીર તથા બળદેવભાઈ સોલંકી એમ બધા ધોરાજી પો.સ્ટે વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન PC અનિરુદ્ધસિંહ ઝાલા તથા PC અજીતભાઈ ગંભીરને ખાનગી રાહે મળેલી ચોક્કસ હકીકતના આધારે ધોરાજી રેલવે ફાટકથી વેગડી ગામ સુધી ફિલ્મી ઢબે પીછો કરી સફેદ કલરની એલેન્ટરા ફોરવિલ ગાડી નંબર GJ 18 AC 0124 માંથી ભારતીય બનાવટની એપિસોડ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની પેટી નંગ ૨૨ બોટલ નંગ ૨૬૪ રૂ.૭૯૨૦૦/- તથા ફોરવીલ મળી કુલ મુદામાલ કિં. રૂ. ૨,૨૯,૨૦૦/- નો મુદામાલ મળી આવતા તેમજ મજકુર ચાલક અંધારાનો લાભ લઈ નાસી ગયેલ હોય જેના વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ તકે આ સમગ્ર કામગીરીમાં PI વી.એચ જોષી, PSI એસ.એમ વસાવા, HC લાલજીભાઈ જાંબુકીયા, PC અનિરુદ્ધસિંહ ઝાલા, PC ઘનશ્યામસિંહ જાડેજા, PC અશોકભાઈ મણવર, PC અજીતભાઈ ગંભીર તેમજ PC બળદેવભાઈ સોલંકી જોડાયા હતા.

Next Story
Share it