Top
Connect Gujarat

કેવી છે જ્હોન અને વરૂણની 'ઢીશૂમ'?

કેવી છે જ્હોન અને વરૂણની ઢીશૂમ?
X

ભારતમાં સૌથી લોકપ્રિય રમત છે ક્રિકેટ, તેમ છતાં બીજી રમતો પર બનેલી ફિલ્મો કરતાં ક્રિકેટના વિષય પર બનેલી ફિલ્મો સફળ થતી નથી તે પણ એક તથ્ય છે. તાજેતરમાં જ મોહમ્મદ અઝહરૂદ્દીનની બાયોપિક પર બનેલી ફિલ્મ અઝહર ફ્લોપ ગઇ. તે સિવાય પણ અગાઉ ક્રિકેટ પર બનેલી ફિલ્મો હીટ નથી. આ ફિલ્મમાં પણ ક્રિકેટનો વિષય લેવામાં આવ્યો છે.

ફિલ્મની વાર્તા યુએઇથી શરૂ થાય છે જ્યાં ભારતીય ક્રિકેટ ટીમના નંબર વન બેટ્સમેન વિરાજ શર્માનું અપહરણ થાય છે. વિરાજને અપહરણકર્તાઓ પાસેથી સુરક્ષિત છોડાવવા માટે દિલ્હીથી સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના ઓફિસર કબીર શેરગીલને સિક્રેટ મિશન પર મોકલવામાં આવે છે. કબીર ત્યાં યુએઇની પોલીસમાં ફરજ નિભાવતા જુનૈદ અંસારીને પોતાની સાથે મિશનમાં સામેલ કરે છે. કબીરનો લક્ષ્ય વિરાજને છોડાવવા સાથે સાથે મેચ ફિક્સિંગ કરનાર ગૃપને પણ ઝડપવાનો છે. કબીર પોતાનું મિશન પુરુ કરી શકે છે કે નહી તે માટે તેણે કેવી મૂશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે જોવા ફિલ્મ જોવી પડે.

આ ફિલ્મમાં અક્ષય ખન્ના ખૂબ લાંબા અંતરાલ બાદ નેગેટીવ ભૂમિકામાં જોવા મળ્યા છે. પરંતુ અક્ષય ખન્નાના જીવંત અભિનયે તેના પાત્રમાં પ્રાણ પૂરી દીધા છે. જ્હોનની એક્શન સિકવન્સ અને સ્ટન્ટસ અદભૂત છે. જ્હોનની સામે એક્શન સીનમાં વરૂણ ધવન થોડો પાછો પડી જાય છે. અક્ષય કુમારે આ ફિલ્મમાં કેટલીક મિનિટનો કેમિયો કર્યો છે.

Next Story
Share it