Top
Connect Gujarat

ફિલ્મ રિવ્યુઃ શિવાય

ફિલ્મ રિવ્યુઃ શિવાય
X

અજય દેવગનની મહત્વકાંક્ષી ફિલ્મ શિવાય આજે રીલિઝ થઇ ગઇ છે. 150 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ પાછળ અજય દેવગને એક અભિનેતા અને ડિરેક્ટર તરીકે ખૂબ જ મહેનત કરી છે. તેની આ મહેનત સ્ક્રીન પર પણ દેખાય છે.

ફિલ્મની શરૂઆતમાં બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે ત્રણ લાશો વચ્ચે ગંભીર રીતે ઘાયલ થયેલા અજય દેવગન નજરે પડે છે. તેની પાસે નજીકમાં જ એક ઢીંગલી પડેલી હોય છે. અહીંથ ફિલ્મની વાર્તા 9 વર્ષ ફ્લેશબેકમાં જાય છે.

શિવાય ઉત્તરાખંડમાં બર્ફીલા પહાડો વચ્ચે વસેલા એક ગામમાં રહે છે. અહીં તે પ્રવાસીઓને ટ્રેકિંગમાં મદદ કરે છે તેમજ ભારતીય આર્મીની પણ મૂશ્કેલીના સમયે મદદ કરે છે. ઓલ્ગા નામની બુલ્ગારિયાની યુવતી અહીં પોતાના મિત્રો સાથે ટ્રેકિંગ માટે આવે છે. ત્યારે શિવાય ઓલ્ગા અને તેના મિત્રોને બરફના તોફાનમાંથી બચાવે છે. આ દરમિયાન જ શિવાય અને ઓલ્ગા વચ્ચે શારિરીક સંબંધો બંધાય છે. પરિસ્તિથીઓને વશ થઇ ઓલ્ગાએ કેટલોક સમય શિવાયના ગામમાં રોકાવવાની ફરજ પડે છે.

તેવમાં જ એને જાણ થાય છે કે માં બનવાની છે. પરંતુ તે પોતાની ફેમિલિ પાસે પાછી ફરવા માંગતી હોવાથી તેને બાળક જોઇતુ નથી. જ્યારે બીજી તરફ શિવાય ઇચ્છે છે કે ઓલ્ગા તેના બાળકને જન્મ આપે જેથી તેના ગયા બાદ તે પોતાના બાળક સાથે બાકીનું જીવન વ્યતિત કરી શકે. થોડા સમય બાદ ઓલ્ગા એક છોકરીને જન્મ આપીને તેના દેશ પાછી જતી રહે છે.

શિવાય અને ઓલ્ગાની આ છોકરી બોલી શકતી નથી પણ સાંભળી શકે છે. શિવાય પોતાની છોકરી ગૌરા સાથે ખુશખુશાલ જીવન જીવે છે. દરમિયાન ગૌરાને પોતાની માતા બુલ્ગારિયામાં હોવાની જાણ થાય છે. તે પોતાની માતાને મળવા માંગે છે. જોકે, શિવાય નથી ઇચ્છતો કે જન્મ આપીને તરત જ ત્યજી દેનાર માતાને ગૌરા મળે. પણ ગૌરાની જીદ આગળ તે ઝૂકી જાય છે અને ગૌરાને લઇ બુલ્ગારિયા પહોંચે છે. પરંતુ ત્યાં પહોંચ્યાના બીજા દિવસે જ ગૌરાનું અપહરણ થઇ જાય છે.

શિવાયના રોલમાં અજય દેવગને ખૂબ જ મહેનત કરી છે. જ્યારે શિવાયની દિકરીનું પાત્ર ભજવી રહેલ એબીગેલ એમ્સે પણ સારો અભિનય કર્યો છે. એરિકા અને સાયશા અભિનય બાબતે થોડી ઉણી ઉતરી છે. ફિલ્મમાં અજય દેવગનના જબરદસ્ત એક્શન સીન્સ છે. તેમજ બાપ-બેટીની કેમેસ્ટ્રી પણ સરસ રીતે ફિલ્માવામાં આવી છે. શિવાયનું ગીત વહી શૂન્ય હૈં વહી ઇકાઇ...રીલિઝ પહેલાં જ ટોપ ફાઇવમાં સ્થાન મેળવી ચૂક્યુ છે.

Next Story
Share it