Top
Connect Gujarat

ફિલ્મ સ્ટાર શાહિદ કપૂરે શું નામ પાડ્યું પોતાની દીકરીનું ?

ફિલ્મ સ્ટાર શાહિદ કપૂરે શું નામ પાડ્યું પોતાની દીકરીનું ?
X

શાહિદ કપૂરના ઘરે પુત્રી રત્નનો જન્મ થયો ત્યારથી માંડીને શાહિદ પોતાની લાડકવાયી દીકરીનું નામ શું રાખશે તે અંગે લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી.

શાહિદ કપૂરની દીકરીના નામને લઇને કેટલીક અફવાઓ પણ ઉડી હતી. જોકે, શાહિદે બધી જ અફવાઓનો અંત કરતા પોતાની દીકરીનું નામ જાહેર કરી દીધું છે.

shahid-kapoor-with-wifey-mira

ફિલ્મફેરની રિપોર્ટ મુજબ શાહિદ કપૂરે તેની નાનકડી પરીનું નામ મીશા રાખ્યું છે. જે મીરાના નામનો પહેલો અક્ષર મી અને શાહિદના નામના પહેલા અક્ષર શા જોડીને બનાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂરની પત્ની મીરા કપૂરે ગત મહિને જ દીકરીને જન્મ આપ્યો છે.

Next Story
Share it