Top
Connect Gujarat

ફેમિના મિસ ઈન્ડિયા 2018નો તાજ અનુકૃતિના શીરે, નથી જવું બોલીવૂડમાં

ફેમિના મિસ ઈન્ડિયા 2018નો તાજ અનુકૃતિના શીરે, નથી જવું બોલીવૂડમાં
X

હરિયાણાના મિનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનર-અપ અને સેકન્ડ રનર-અપ આંધ્ર પ્રદેશની શ્રેયા રાવ

મુંબઈમાં ફેમિના મિસ ઈન્ડિયા 2018 કોન્ટેસ્ટની ફાઈનલ યોજાયી હતી. જેનું પરિણામ સામે આવતાં તમિલનાડુની અનુકૃતિ વાસ વિજેતા બની છે. તમિલનાડુમાં રહેતી અનુકૃતિએ 29 સ્પર્ધકોને પાછળ રાખી આ તાજ પોતાને નામે કર્યો છે. ખિતાબ જીત્યા બાદ અનુકૃતિએ જણાવ્યું હતું કે, હાલ તેનો બોલિવૂડમાં આવવાનો કોઈ વિચાર નથી. તે એક સુપર મોડલ બનવા માંગે છે અને તે દિશામાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવે છે.

મુંબઈમાં થયેલી આ કોન્ટેસ્ટમાં હરિયાણાની મિનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનર-અપ બની છે. જ્યારે સેકન્ડ રનર-અપમાં આંધ્ર પ્રદેશની શ્રેયા રાવે સ્થાન મેળવ્યું છે. ટોપ ફાઈવમાં પહોંચનારી સ્પર્ધકોમાં દિલ્હીમાં રહેતી ગાયત્રી ભારદ્વાજ અને ઝારખંડમાં રહેતી સ્ટેફી પટેલનો પણ સમાવેશ થાય છે.

આ ઈવેન્ટની જજ પેનલમાં બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા, અભિનેતા બોબી દેઓલ, કુનાલ કપૂર, ક્રિકેટર ઈરફાન પઠાણ અને કે.એલ. રાહુલ સામેલ હતા. સાથે વર્ષ 2017માં મિસ વર્લ્ડ રહેલી માનુષી છિલ્લર પણ અહીં ઉપસ્થિત રહી હતી. અને જીત પછી માનુષીએ જ અનુકૃતિને તાજ પહેરાવ્યો હતો. અનુકૃતિ વાસ હવે મિસ વર્લ્ડ 2018માં ભારતનું પ્રતિનિધત્વ કરશે.

Next Story
Share it