Connect Gujarat

બજેટ પ્રજાલક્ષી અને નાના ઉદ્યોગગૃહો, નોકરિયાત વર્ગ માટે લાભ કરતા 

બજેટ પ્રજાલક્ષી અને નાના ઉદ્યોગગૃહો, નોકરિયાત વર્ગ માટે લાભ કરતા 
X

કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલીએ સંસદમાં વર્ષ 2017-18 માટેનું સામાન્ય બજેટ રજુ કર્યુ હતુ. જે અંદાજપત્ર પ્રજાલક્ષી તેમજ નાના ઉદ્યોગગૃહો અને નોકરિયાત વર્ગ માટે રાહત રૂપ હોવાનો અભિપ્રાય જાણવા મળી રહ્યો છે.

23

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલે જણાવ્યુ હતુ કે બજેટમાં તમામ વર્ગોના હિતને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવ્યુ છે, અને ગરીબ પ્રજાને પણ બજેટથી લાભ થશે તેમ તેઓ જણાવી રહ્યા છે.

29

ભરૂચ ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠકકરે અંદાજપત્ર સંદર્ભે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે બજેટ લગભગ સમાજના તમામ વર્ગો ને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવ્યુ છે, ખાસ કરીને નોટબંધીની અસર અને ત્રણ રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે અપેક્ષિત હતુ તે પ્રજાલક્ષી બજેટ કહી શકાય.

24

ભરૂચના પત્રકાર ઈદ્રીશ કાઉજીએ જણાવ્યુ હતુ કે નોટબંધી બાદ જે અપેક્ષા હતી કે બેરોજગારી અને ડાયરેક્ટ ટેક્સ અમલમાં લેવામાં આવશે તેવું કઈંજ થયુ નથી અને 5 ટકા ટેકસ જે ઘટાડો કર્યો છે તેનાથી ગરીબોને કોઈજ ફાયદો થવાનો નથી, ઉપરાંત તેઓએ રૂરલ ફૂડ યુનિટસને લોલીપોપ ગણાવ્યુ હતુ, જે ધાર્યુ હતુ તેવુ બજેટ નથી.

26

પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલે આ અંગે પોતાનો મત આપતા જણાવ્યુ હતુ કે ઉદ્યોગ ગૃહોની સાથે કૃષિલક્ષી બજેટ હોવાનું તેઓએ જણાવી રહ્યા છે.

22

અંકલેશ્વર નગર પાલિકાના કારોબારી કમિટીના ચેરમેન સંદીપ પટેલે કનેક્ટ ગુજરાતને બજેટ અંગે જણાવ્યુ હતુ કે કેન્દ્ર રાજ્ય સરકારનું જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરતુ બજેટ છે. સમાજના દરેક વર્ગને યુવા મહિલા ઓ ઉદ્યોગ સાહસિકો, ગરીબ વર્ગ મધ્યમ વર્ગને સ્પર્શીલે તેવુ બજેટ છે. પાર્ટીના યુવા કાર્યકર્તા તરીકે મને ગર્વ છે કે જે રાજકીય પાર્ટીઓનું કેસ ડોનેશન ની રૂપિયા 2000ની લિમિટ કરી છે જેમાં તમામ પાર્ટીઓ ને આવરી લેવામાં આવી છે જે સરકારનો ખુબજ સારો નિર્ણય હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

21

અંકલેશ્વરના પત્રકાર રણજીત માલીએ બજેટ મહદઅંશે સારું હોવાનું જણાવ્યુ હતુ અને સામાન્ય વર્ગને સ્પર્શે તેવુ બજેટ હોવાનો મત આપ્યો હતો.

28

અંકલેશ્વરના ઈન્ક્મટેક્સ કન્સલટન્ટ મનીષ પટેલે બજેટને સ્મોલ સ્કેલ ઉદ્યોગ માટે રાહત રૂપ ગણાવ્યુ હતુ, તેમજ 50 કરોડની આવક સુધીના ટર્નઓવર વાળા ઉદ્યોગને પણ 5 ટકા સુધીની છૂટ આપવામાં આવી છે, તેથી તેઓને એઝયુકેશન સરચાર્જ મળીને 5.70 ટકા સુધીની ટેક્સમાં રાહત થશે. આ ઉપરાંત સરકારે જે રાજકીયપક્ષો માટેના ફંડમાં 2000ની મર્યાદા નક્કી કરી છે તેના બદલે આ મર્યાદા શૂન્ય કરવાની જરુર હતી કારણ કે રાજકીય પાર્ટીઓ હવે પોતાના રોકડ ફંડ કે ખર્ચ 2000થી ઓછા જ બતાવશે તેથી ઝીરો મર્યાદા નકકી કરી હોતતો પ્રજાએ વધુ ખુશી વ્યક્ત કરી હોત.

27

જયારે અંકલેશ્વર બેઇલ કંપનીના એકાઉન્ટન્ટ અલ્પેશ દેસાઈએ બજેટ સંદર્ભે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યુ હતુ કે બજેટમાં સરકારે નોકરિયાત વર્ગને ખુબજ રાહત આપી છે. કારણે કે પાંચ લાખની આવક વાળા અને નાના કરદાતા માટે બજેટ સારુ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

Next Story
Share it