બનાસકાંઠા : ઓનલાઈન શોપિંગ કરી ખરીદી ન કરવાનો ડીસાના રહીશોએ કર્યો સંકલ્પ
BY Connect Gujarat22 Oct 2019 7:49 AM GMT

X
Connect Gujarat22 Oct 2019 7:49 AM GMT
હાલ ચાલી રહેલ દોરમાં લોકો ઓનલાઈન શોપિંગ કરવા તરફ મોટા પ્રમાણમાં વળ્યા છે. જેમાં લોકોને સારી સ્કીમ, સસ્તા ભાવની ચીજવસ્તુ તેમજ તેમના વેડફાતા સમયને બચાવવવા સહિતનો સમાવેશ થાય છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના રહીશોએ જનજાગૃતિના ભાગરૂપે એક નવી જ પહેલની શરૂઆત કરી છે. ડીસા ખાતે પૂર્વ પ્રમુખ પ્રવીણ માળી અને ડીસા પ્રેસ ક્લબની આગેવાનીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ઓનલાઈન શોપિંગ કરી કોઈ પણ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી ન કરવા માટે હાજર લોકોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં પિંક સિટીના સ્થાનિક રહીશો હાજર રહી સ્વદેશી ચીજવસ્તુઓ ન ખરીદવા અને અપનાવવા માટેનો સંકલ્પ લીધો હતો.
Next Story