અંબાજીના ત્રિશુલીયા ઘાટ પાસે લકઝરી બસ પલટી જવાથી 20થી વધુ શ્રધ્ધાળુઓના મોતની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં બનાસકાંઠા જિલ્લામાં વધુ એક બસ અકસ્માતનો ભોગ બનતાં સહેજમાં રહી ગઇ હતી. આ ઘટના પાલનપુરના માલવણ દરવાજા નજીક બની હતી.

કચ્છ ડેપોની બસ અંબાજી તરફ જતી હતી તે સમયે પાલનપુર માલણ દરવાજા નજીક વળાંકમાં ચાલુ બસે સ્ટેરિંગ લોક થતાં બસમાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોટયા હતાં. જોકે બસ ચાલકે અનુભવ અને સુજબુઝથી બસ નિયંત્રિત કરાતાં બસ પલ્ટી મારતા રહી ગઈ હતી. બસ ડ્રાઈવરે બસને ડિવાઈડર પર ચડાવી દેતાં બસના ટાયર ઉપર આવી જતા બસ રોકાઈ ગઈ હતી અને મોટી જાનહાની થતાં ટળી હતી. વળાંક હોવાથી બસની સ્પીડ પણ ઓછી હોવાથી મોટો અકસ્માત થતાં અટકી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here