બનાસકાંઠા: ભ્રષ્ટાચાર ડામવા અનોખો પ્રયાસ, ટ્રાફિક પોલીસને વિધ્યાર્થીઓએ ફૂલ આપી પ્રમાણિકતાનો આપ્યો સંદેશ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંચાલિત સ્વસ્તિક ઈંગ્લીશ મીડીયમ સ્કુલના વિધ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિધ્યાર્થીઓ દ્વારા પદયાત્રા યોજી ટ્રાફિક પોલીસ કર્મીઓને ગુલાબનું ફૂલ આપી પ્રમાણિકતાનો સંદેશો ફેલાવામાં આવ્યો હતો.
[gallery td_gallery_title_input="બનાસકાંઠા: ભ્રષ્ટાચાર ડામવા અનોખો પ્રયાસ, ટ્રાફિક પોલીસને વિધ્યાર્થીઓએ ફૂલ આપી પ્રમાણિકતાનો આપ્યો સંદેશ" td_select_gallery_slide="slide" size="large" ids="113565,113566,113567,113568,113569"]
વિધ્યાર્થીઓ દ્વારા યોજાયેલ પદયાત્રા કલેકટર કચેરી ગાર્ડન ખાતે પોહચી હતી, જ્યાં જિલ્લા વહીવટી તંત્રના અલગ અલગ વિભાગના કર્મચારીઓને પણ ગુલાબનું ફૂલ આપી પ્રમાણિકતાનો સાથે કાર્ય કરવાના સંકલ્પ લેવડાવામાં આવ્યા હતા. વિધ્યાર્થીઓએ આજના દિવસે ઉજવણી કરી જિલ્લામાં સરકારી કામોમાં થતાં વિવિધ ભ્રષ્ટાચારને ડામવા અનોખી પહેલ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં સ્કુલ આચાર્ય, શિક્ષક. સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન સોળગામ લેઉઆ પાટીદાર સમાજના આગેવાન રમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.