Connect Gujarat

બનાસકાંઠા : રેલવેના બંધ કવાટર્સમાં નરાધમે ચાર વર્ષની બાળાને પીખી નાંખી

બનાસકાંઠા : રેલવેના બંધ કવાટર્સમાં નરાધમે ચાર વર્ષની બાળાને પીખી નાંખી
X

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. નરાધમની હેવાનિયતના કારણે બાળકીની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવી છે.

પાલનપુરમાં રેલ્વે સ્ટાફના બંધ પડેલા કવાટર્સમાં ચાર વર્ષીય

બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. અત્તરોની નગરી ગણાતા પાલનપુરમાં આ

હેવાનીયત ભરી ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહયો છે. પોતાની હવસ સંતોષીને નરાધમ

બાળકીને બેભાન અવસ્થામાં છોડી ફરાર થઇ ગયો હતો. પોલીસ સ્ટેશનથી નજીવા અંતરે જ

દુષ્કર્મની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને

બાળકીને સારવાર માટે ખસેડી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી તેને વડોદરા રીફર

કરવામાં આવી છે. આરોપી સામે કડક પગલાં ભરવાની માંગ સ્થાનિકોએ કરી છે.

પાલનપુરમાં ખળભળાટ મચાવી દેનારી ઘટનાની જાણ

રાજકીય અગ્રણીઓ પણ રેલ્વે પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતાં અને સમગ્ર ઘટનનો ચિતાર

મેળવ્યો હતો. પોલીસે હાલ તો દુષ્કર્મની ઘટનામાં અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી

આરોપીને જલ્દી પકડવા ટીમો પણ બનાવી દીધી છે.

Next Story
Share it