Top
Connect Gujarat

બાંગ્લાદેશે ઈરફાન ખાનની ફિલ્મ "દુબ " ઓસ્કાર માટે મોકલી

બાંગ્લાદેશે ઈરફાન ખાનની ફિલ્મ દુબ  ઓસ્કાર માટે મોકલી
X

ઇરફાન ખાનની બાંગ્લાદેશી ફિલ્મ 'બેડ ઓફ રોઝીઝ' જે દૂબ નામથી પણ જાણીતી છે

ભારતીય અભિનેતા આદિલ હુસૈનની ફિલ્મને નોર્વે દ્વારા સત્તાવાર રીતે ઓસ્કારમાં મોકલવામાં આવી છે. ત્યાંજ હવે ઇરફાન ખાનની બાંગ્લાદેશી ફિલ્મ 'બેડ ઓફ રોઝીઝ', જે દૂબ નામથી પણ જાણીતી છે તેને બાંગ્લાદેશ દ્વારા સત્તાવાર રીતે ઓસ્કારમાં મોકલવામાં આવી છે.

નોંધનીય છે કે, આ ફિલ્મ બાંગ્લાદેશના લેખક અને ફિલ્મમેકર હુમાયું અહમદના જીવન પર આધારિત છે. ગત ઓક્ટોબરમાં બાંગ્લાદેશ, ફ્રાન્સ, ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ફિલ્મ રિલીઝ કરાઇ હતી. શાંઘાઇ, મોસ્કો, બુસાન, વૈંકાવર અને કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં આ ફિલ્મની સ્ક્રિનિંગ કરાઇ હતી. બધી જ જગ્યાએ ફિલ્મની અત્યંત પ્રશંસા કરાઇ હતી.

આ ફિલ્મના ડાયરેક્ટર મોસ્તોફા ફારૂકીને મોસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં કોમરસેન્ટ વિકેન્ડ પ્રાઇઝથી પણ સન્માનિત કરાયા હતા. આ ફિલ્મમાં અભિનય કરવાની સાથે-સાથે ઇરફાન ફિલ્મના સહ-નિર્માતા પણ છે. ઉલ્લેખનીય છે કે ઇરફાન ખાન હાલ લંડનમાં કેન્સરની સારવાર લઇ રહ્યા છે. એવામાં આ સમાચાર તેમના માટે અત્યંત ખુશીના સમાચાર સાબિત થશે

Next Story
Share it