બારડોલી : કિસાન ટ્રેકટરના માલિકની પત્નીની બિલ્ડીંગના છઠ્ઠા માળેથી મોતની છલાંગ

બારડોલીના જાણીતા કિસાન ટ્રેક્ટરના માલિક સચિન
અગ્રવાલની પત્ની રુચિતા અગ્રવાલએ છઠ્ઠા માળે થી મોતની છલાંગ લગાવી દેતાં ચકચાર મચી
છે.
સુરત જિલ્લાના બારડોલીમાં સ્ટેશન વિસ્તારમાં આવેલ
પાટીદાર ભવનના છઠ્ઠા માળે થી એક પરિણીતા એ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. બારડોલી ના
કિસાન ટ્રેક્ટર ના માલિક સચિન અગ્રવાલ ની પત્ની રુચિતાએ ચકચારી પગલું ભર્યું હતું.
વિઠ્ઠલ બંગલોમાં રુચિતા તેમના પતિ સચિન અને બે પુત્રો સાથે રહેતા હતા. આજે સવારના
સમય એ રુચિતા ઘરે થી નીકળી સામે આવેલ પાટીદાર ભવન પોહચી હતી. અને છઠ્ઠા માળેથી
મોતની છલાંગ લગાવી હતી. મહિલા નીચે પટકાય હોવાની જાણ થતાં આસપાસથી લોકો દોડી
આવ્યાં હતાં અને તેને સારવાર માટે સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડી હતી પણ તેનું મોત નીપજી ચુકયું હતું. રુચિતા
ઘણા સમય થી માનસિક રીતે અસ્વસ્થ હોવાની પણ પ્રાથમિક વિગતો બહાર આવી હતી . બારડોલી
પોલીસે અકસ્માત મોત નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.