Connect Gujarat
લાઇફસ્ટાઇલ

‘બાર બાર દેખો’નું ટ્રેલર થયું રિલીઝ

‘બાર બાર દેખો’નું ટ્રેલર થયું રિલીઝ
X

કેટરિના કૈફ અને સિધ્ધાર્થ મલહોત્રાની ફિલ્મ ‘બાર બાર દેખો’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સિધ્ધાર્થ મલહોત્રા અને કેટરિના પ્રથમવાર સાથે કોઇ ફિલ્મમાં કામ કરી રહ્યા છે અને તેમની જોડી એકદમ ફ્રેશ લાગી રહી છે.

ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ નહી પણ ઇરોઝનાઉએ તેની વેબસાઇટ પર રીલિઝ કર્યું છે. ફિલ્મના ટ્રેલર પહેલાં કાલા ચશ્મા ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું. જે 90ના દાયકાના હીટ ગીત તેનુ કાલા ચશ્મા જચતા વેનું હિન્દી વર્ઝન છે.

ઇરોઝનાઉ ઇન્ટરનેશનલ દ્વારા પ્રસ્તુત ‘બાર બાર દેખો’ એક લવ સ્ટોરી છે જે ટ્વિસ્ટથી ભરપૂર છે. કેટરિના અને સિધ્ધાર્થને ચમકાવતી આ ફિલ્મ ડિસેમ્બરમાં રજૂ થવાની છે.

Next Story